હવે ૨૪ કલાકની અંદર પોર્ટ કરાવી શકાશે મોબાઈલ નંબર

0
27

ન્યુ દિલ્હી,તા.૧૪
હવે તમે તમારો મોબાઈલ નંબર ઝડપથી પોર્ટ કરાવી શકશો. એટલે કે તમને તમારી વર્તમાન મોબાઈલ કંપ્નીની સેવા પસંદ આવતી નથી તો તમે પોતાનો નંબર બદલ્યા વગર બીજી કંપ્નીની સેવા ઝડપથી લઈ શકશો. ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇ આગામી સપ્તાહે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ના નવા નિયમો જાહેર કરવા જઈ રહી છે. આ પછી ગ્રાહક ૨૪ કલાકની અંદર પોતાનો મોબાઈલ નંબર પોર્ટ કરાવી શકશે.
હાલ પોસ્ટ પેડ મોબાઈલ ગ્રાહકોને નંબર પો‹ટગમાં ૮ થી૧૦ દિવસનો સમય લાગે છે. દરેક મહિને લગભગ ૭૦ લાખ લોકો મોબાઈલ પો‹ટગ કરે છે.
ટેલિકોમ ઓપરેટર્સ ઘણા કારણોથી મોબાઈલ નંબર પો‹ટગની માંગણી ફગાવી દે છે. મોટાભાગની માંગણી બેલેન્સ અને ખોટા કોડના કારણે ફગાવી દેતા હતા. ગ્રાહકોએ ટ્રાઇને આ વિશે પણ ફરિયાદ કરી છે. .
ટ્રાઇએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી)ની કિંમત ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ લગભગ ૭૯ ટકા ઘટાડી દીધી હતી. જ્યાં પહેલા કસ્ટમરને નંબર પોર્ટ કરાવવા માટે ૧૯ રૂપિયા દેવા પડતા હતા તેના હવે ૪ રૂપિયા જ કરી નાખવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY