સીતારમન લોકસભા ચૂંટણી પહેલાં હુલ્લડો ભડકાવાની યોજના બનાવી રહ્યા છે

0
12

ન્યુ દિલ્હી,તા.૧૪
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણના નિવેદન પર કટાક્ષ કર્યો છે. આ નિવેદનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્પષ્ટતા કરવાની માગણી કરવામાં આવી હતી કે શું તેઓ માને છે કે કોંગ્રેસ એક મુસ્લિમ પાર્ટી છે?
ચિદમ્બરમે કટાક્ષ કરતા કહ્યુ છે કે પાકિસ્તાનને પાઠ ભણાવવા, આતંકવાદ પર ગાળિયો કસવા, ઘૂસણખોરીને રોકવા અને રફાલ યુદ્ધવિમાનની ખરીદી બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન આરામથી દુનિયાભરના રાજકીય પક્ષો અને તેના લોકોના ધાર્મિક સંબંધોના મૂળિયા શોધી શકે છે. ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યુ છે કે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન કહી રહ્યા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં હુલ્લડો ભડકાવવાની યોજના બનાવાઈ રહી છે.
તેમણે આ ગુપ્ત માહિતી ગૃહ મંત્રાલયને જણાવવી જાઈએ. મહત્વપૂર્ણ છે કે શુક્રવારે નિર્મલા સીતારમને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો હતો કે શું તેઓ માને છે કે કોંગ્રેસ એક મુસ્લિમ પાર્ટી છે. તેમણે તેની સાથે જ કોંગ્રેસ પાર્ટી પર ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશને ધર્મના નામે વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો હતો.
નિર્મલા સીતારમને કહ્યુ છે કે કોંગ્રેસ ખતરનાક કોમવાદી કાર્ડ ખેલી રહી છે. તેથી હવે જા ૨૦૧૯ દરમિયાન કંઈપણ અપ્રિય ઘટના બને છે. તો કોંગ્રેસ સંપૂર્ણપણે જવાબદાર હશે. શું કોંગ્રેસ એક મુસ્લિમ પાર્ટી છે? તેમણે આના પર સ્પષ્ટીકરણ આપવું જોઈએ. રાહુલ ગાંધીએ આ મુદ્દાને લઈને સામે આવવું જોઈએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY