નિરવ મોદીની કંપની પાસેથી ઘરેણાં ખરીદનારા ૫૦ ધનિકોની તપાસ કરશે આઈટી

0
62

ન્યુ દિલ્હી,તા.૧૪
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ૫૦થી વધુ એવી ધનિક વ્યક્તિઓ (એચએનઆઇ)ના આઇટી રીટર્નની ફરી ચકાસણી કરવાનો નિર્ણય કર્યો છે કે જેમણે ફરાર હીરા વેપારી નીરવ મોદીની કંપનીઓ પાસેથી મોંઘા ઘરેણાં ખરીદ્યા છે. વેરા વિભાગે આ અગાઉ અનેક લોકોને નોટિસ મોકલીને તેમને ઘરેણાં ક્યાંથી ખરીદ્યા તે જણાવવા કહ્યુ હતું. તેમાના મોટા ભાગના લોકોએ નીરવ મોદીની કંપનીઓને રોકડામાં કોઇ ચુકવણી નથી કરી.
તે પછી આઇટી વિભાગે નવેસરથી તપાસનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે વિભાગને એવા દસ્તાવેજ મળ્યા છે જેનાથી પર જણાય છે કે આ ખરીદી કરનારાઓએ હીરાના મોંઘા આભૂષણો ખરીદવા માટે અલગ અલગ રીતે એટલે કે ચેક કે કાર્ડ (ડેબિટ/ક્રેડિટ) મારફત અને બાકીની રોકડામાં ચુકવણી કરી હતી. ટેક્સ નોટિસોના જવાબોમાં મોટા ભાગનાએ કહ્યુ કે તેમણે રોકડમાં ચુકવણી કરી નથી.
જોકે, તેમનો આ ખુલાસો વિભાગ પાસેના આંકડા સાથે મેળ ખાતો નથી. સૂત્રોએ જણાવ્યું કે રોકડ ચુકવણીને છૂપાવવાના કેસો બહાર આવ્યા છે. કેટલાક કિસ્સામાં તો લાખો રૂપિયાની ચુકવણી કેશમાં થયેલી છે. સૂત્રોએ કહ્યુ કે આવા કિસ્સામાં એચએનઆઇ પર કરચોરીને લગતી યોગ્ય કાર્યવાહી કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY