નાઇટ મેરેથોનમાં સુરતીઓ ઉમટયા વડાપ્રધાનને જોવા લોકોની ભારે ભીડ

0
112

વડાપ્રધાને રનને ફ્લેગ બતાવ્યો ત્યારે દોડવીરોએ ચીચીયારી સાથે દોડ શરૃ કરી

સુરત,તા.25 ફેબ્રુઆરી 2018,રવિવાર

સુરતમાં ન્યુ ઈન્ડિયાના કન્સેપ્ટ સાથે યોજાયેલી નાઇટ મેરેથોનમાં ભાગ લેવા માટે સુરીતઓ રીતસરના ઉતાવળા બન્યા હતા. મેરેથોન શરૃ થાય તેના કલાકો પહેલાંથી જ લોકો લાલભાઇ કોન્ટક્ટર સ્ટેડિયમની બહાર ભેગા થઈ ગયા હતા. મોદી એરપોર્ટથી સ્ટેડિયમ પર આવે તે પહેલાં એક રોડ શો થઈ ગયો હતો. ગાડીમાં આવેલા વડાપ્રધાનને જોવા માટે લોકોની ભીડ જોવા મળી હતી. વડાપ્રધાને દોડ માટે ફ્લેગ બતાવ્યો ત્યાર બાદ દોડવીરોએ ચીચીયારી સાથે દોડ શરૃ કરી હતી. પાંચ કિલોમીટરની સુરતી રનમાં લોકો પરિવાર સાથે જોડાયેલા જોવા મળ્યા હતા. સુરતમાં યોજાયેલી રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરેથોનને કારણે સુરતીઓની વીક એન્ડની મજા બમણી થઈ ગઈ હતી. મેરેથોનમાં ભાગ લેવા માટે સુરતીઓમાં ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. નાઈટ મેરેથોની પાંચ કિમોલીટરની સુરતી રન માટે અનેક લોકો પરિવાર સાથે જોડાયા હતા. આ ઉપરાંત અન્ય રન માટે લોકો સુરત જ નહીં પરંતુ અન્ય શહેરોમાથી પણ આવ્યા હતા. મેરેથોન શરૃ થાય તે પહેલાં મેરેથોનમાં દેશનું નામ રોશન કરનારાઓનું વડાપ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ભાષણ બાદ મેરેથોનને ફ્લેગ બતાવ્યો ત્યારે ભારતના ધ્વજ સાથેનો એક સમુહ ગયા બાદ દોડવીરોએ ચીચીયારી પાડીને દોડ શરૃ કરી હતી. લાલભાઇ સ્ટેડિયમ ઉપરાંત મેરેથોનના રૃટ પર મોટી સંખ્યામાં સુરતીઓ ઉભા રહી ગઈ ગયા હતા. એરપોર્ટથી વડાપ્રધાન સ્ટેડિયમ સુધી કારમાં આવ્યા ત્યાં સુધીમાં તો મીની રોડ શો જેવો થઈ ગયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા માટે સુરતીઓ રોડની બન્ને તરફ ઉભા રહી ગયા હતા. કારમાં વડાપ્રધાનને જોઈને લોકો મોદી..મોદી..ની ચીચીયારી પાડી તેમના આગમને વધાવતાં હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY