નર્મદા નદીમાં ઝંપલાવનાર પતિ-પત્નીના કેશમાં આવ્યો નવો વળાંક.

0
448

પરિવારજનો પર આક્ષેપ કરનાર મયૂરી સાથે છેલ્લાં છ મહિનાથી કોઈજ સંબંધ નહિ હોવાનો જણાવતા સાસું-સસરા.

વડોદરા જિલ્લાના રહેવાસી રવિન્દ્ર અને મયૂરીએ બંને પતિ પત્નીએ પરિવારજનોના ત્રાસથી કંટાળી વડોદરા થી ભરૂચ આવી.
ગતરોજ સવારના ૧૦ વગ્યાના અરસામાં સરદાર બ્રિજથી નીચે નર્મદા નદીમાં ઝંપલાવી દેતાં સમગ્ર કિસ્સો ટોક ઓફ ટાઉન બનવા પામ્યો હતો.જોકે આ બનાવમાં પત્ની મયૂરીને સ્થાનિક માછી મારો દ્રારા પાણીમાંથી બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી.પરંતુ આજ દિન સુધી નગરપાલિકાના લાશ્કરોની શોધ ખોળ બાદ પણ પતિ રવિન્દ્ર નો કોઈજ પત્તો લાગ્યો નથી.

બંને પતિ પત્ની એક સાથે નર્મદા નદીમાં કુદયા હોવાની જાણ પોલીસ દ્રારા રવિન્દ્ર ના પિતા સુરેશ વામાન ખેરનાર ને કરતાં તેવોના પગ તળેથી જાણે ધરતી ખસી ગઇ હોઈ તેવા ભાસ સાથે તેવો અને તેમના પત્ની અને સગા સંબંધીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતાં. પરંતુ વહુ મયુરીના આક્ષેપો સાંભળી તેવો પણ ડઘાઈ ગયા હતાં.

આ બનાવ અંગે રવિન્દ્રના પિતા સુરેશ ખેરનારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા પુત્ર રવિન્દ્ર અને વહુ મયૂરી છેલ્લાં ૬ મહિના ઉપરાંત થી અમારા થી અલગ રહેવા જતા રહ્યા હતા અને અમારે તેમની સાથે બોલવા ચાલવાનો પણ કોઈ સંબંધ ના હોઈ અને તેવો વડોદરામાં કઈ જગ્યા પર રહે છે તે પણ ખબર ના હોઈ મારી વહુ મયૂરી અમારા પર ખોટા આક્ષેપો કરી રહી છે.અને અમને ખોટા કેશમાં ફસાવવા આવા બધા નાટકો કરી રહી હોવાનું જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર અને મુયરી વડોદરા થી ભરૂચ જ કેમ આત્મહત્યા કરવા આવ્યા..?અને ઉપર થી નીચે કુદતા મયૂરી જ કેમ બચી ગઈ…? શુ કોઈએ બંનેવ ને સાથે નીચે કુદતા જોયા હતા..? વગરે બાબતો પર પોલીસ તપાસ કરી રહી છે જેમાં વધુ વિગતો બહાર આવશે તે જોવું રહ્યું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY