ન્યુ દિલ્હી,તા.૧૫
સંસદનું ચોમાસુ સત્ર ૧૮ જુલાઇએ શરૂ થશે. આ વખતે સૌની નજર રાજ્યસભાની ચૂંટણીમાં ઉપસભાપતિ પદ માટે યોજાઇ રહેલી ચૂંટણી પર હશે.
ભાજપ અને કોંગ્રેસ બંન્ને આ પદ પર પોતાનો ઉમેદવાર જાવા માંગે છે. પરંતુ સીટોનું ગણિત એવું છે કે, આ બંન્ને માંથી કોઇ પણ પોતાના દમ પર પોતાના ઉમેદવાર જીતાડવા માટે સક્ષમ નથી.
NDA અને UPAમાં આ મોટી પાર્ટીઓના સહયોગી દળોએ પણ આ પદ પર પોતાની મીટ માંડી છે. અત્યાર સુધી મોટી પાર્ટીઓ પણ આ મામલે જતું કરવાના સંકેત આપ્યા છે.
રાજ્યસભાના ઊપસભાપતિ પીજે કુરિયનનો કાર્યકાળ ૧ જુલાઇના રોજ પૂર્ણ થયો છે અને માત્ર થોડાં દિવસોમાં ચોમાસું સત્ર શરૂ થશે તેથી નવા ઉપસભાપતિને લઇને રાજકિય ગણિત શરૂ થઇ ગયા છે કોંગ્રેસ તરફથી સંકેત મળી રહ્યાં છે કે તેઓ પોતાનો ઉમેદવાર નહી ઉતારે અને આ પદ પર NDA ને પોતાનો પ્રસ્તાવ આપી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





