સુરેન્દ્રનગર,તા.૩૧
પાક નિષ્ફળ જવાથી મૂળી ગામના ખેડૂતે કરી આત્મહત્યા પાક નિષ્ફળ જતા ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
સુરેન્દ્રનગરના મૂળી ગામમાં રહેતા એક ખેડૂતે ઓછા વરસાદના કારણે કપાસનો પાક નિષ્ફળ જવાથી આર્થિક સંકળામણમાં આવી જતા આત્મહત્યા કરી લીધી હોવાથી સમગ્ર જિલ્લામાં ભારે અરેરાટી ફેલાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ખેડૂતે ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસનો સ્ટાફ તુરંત જ મૂળી ગામે પહોંચી ગયો હતો અને ખેડૂતને હોસ્પિટલ ખસેડાયો હતો. જા કે સારવાર દરમિયાન ડોકટરે ખેડૂતનો મૃત જાહેર કર્યા હતા.
મૃતક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. પરંતુ ઓછા વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસ દરમ્યાન તેનું વાવેતર નિષ્ફળ ગયેલ હોવાથી પોતે ગુમસુમ રહેતા હતા અને આર્થિક સંકળામણ ભોગવતા હતા. જેના કારણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવથી સમગ્ર પંથકમાં અનેક ખેડૂતોમાં ભારે અરેરાટી ફેલાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




