મોદી સરકારે નોટબંધી તત્કાલ કરી તો રામમંદિરનું નિર્માણ કેમ નહિ? ; ઉદ્ધવ ઠાકરે

0
68

પૂણે,તા.૧૫
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે કેન્દ્રની મોદી સરકારને વેધક સવાલ કર્યા છે. ઉદ્ધવ ઠાકરે જણાવ્યુ કે, મોદી સરકારે નોટબંધી તત્કાલ કરી તો રામ મંદિરનું નિર્માણ કેમ તુરંત કરવામાં આવતુ નથી. ભાજપ હમેશા ચૂંટણી પહેલા રામ મંદિર અને જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવાની વાત કરે છે પરંતુ રામ મંદિક ૨૦૧૯માં બનાવશે તે ૨૦૫૦માં બનાવશે તેનો કોઈ ખુલાસો કરતી નથી.
ઉદ્ધવ ઠાકરે આ પ્રકારનું નિવેદન પુણેમાં આયોજિત પાર્ટીના નેતાઓની એક બેઠકમાં આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યુ કે, ભાજપનો પહેલા વિકાસના એજન્ડા પર ચૂંટણી લડતુ હતુ અને હવે રામ મંદિરનો મુદો મુદો આગળ કરી રહયુ છે.
ઉદ્ધવ ઠાકરેનું આ પ્રકારનું નિવેદન ત્યારે સામે આવ્યું જ્યારે અમિત શાહે રામ મંદિર મુદે મહત્વનું નિવેદન આપ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જાકે બાદમાં ભાજપે ટ્વિટ કરીને ખુલાસો કર્યો કે અમિત શાહે રામ મંદિર અંગે કોઈપણ પ્રકારનું નિવેદન આપ્યું નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY