રૂ.૧ કરોડના સોનાની લૂંટ-હત્યા કેસમાં પિતા-પુત્રની ધરપકડ

0
50

રાજકોટ,તા.૧૫
રાજકોટના આજીડેમ ખાતેથી એક મૃતદેહ મળી આવતા ચકચાર જાગી હતી. મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાન હતા. મૃતક ૨.૫૦ કિલો સોના દાગીના સાથે નીકળ્યો હતો. જે ગાયબ હતાં. જેથી લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા મજબુત બની હતી.
જાકે હત્યાનો આ કેસ રાજકોટ ક્રાઈમ બ્રાંચે ગણતરીના જ કલાકોમાં ઉકેલી લીધો હતો. આ મામલે પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના આજી ડેમમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ વસંત ઝીંઝુવાડિયા હતું. જે જ્વેલર્સના ત્યાં સેલ્સમેનનું કામ કરતો હતો. ગઈ કાલે અસાઢી બીજ હોવાથી વસંતભાઈ ૨.૫૦ કિલોના સોનાના દાગીનાની ડિલિવરી કરવા જઈ રહ્યાં હતાં. આ દાગીનાની કુલ કિંમત ૧ કરોડ રૂપિયાની આસપાસ છે.
આ મામલે શહેરના ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચના હાથ ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ લાગ્યાં હતાં. આ ફૂટેજે પોલીસને મોટી સફળતા અપાવી હતી. ક્રાઈમ બ્રાંચે પિતા પુત્રની કરી ધરપકડ હતી. દીવાનપરા પોલીસ ચોકી સામે આવેલ શ્રી જવેલર્સના માલીક લાઠીગ્રા પિતા પુત્રએ ચલાવી હતી લૂંટ અને હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું.
ક્રાઈમ બ્રાંચે કડકાઈપૂર્વક પુછપરછ કરતા જ્વેલર્સ પિતા-પુત્રની જાડીએ કહીકત ઓકી નાખી હતી. બંનેએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, દેવું વધી જતાં બંનેએ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જ્વેલર્સના ત્યાં સેલ્સમેનનું કામ કરતા વસંતભાઈ ઝીંઝુવાડીયાને લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. અષાઢીબીજે વધુ દાગીના હોવાથી લૂંટ ચલાવવા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. લૂંટ ચલાવીને વસંતભાઈની હત્યા નિપજાવવામાં આવી હતી. મૃતદેહને આજી ડેમમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY