૧૫૦ વર્ષ જુની કરજણ- ડભોઈ નેરોગેજ ટ્રેન બની ગઈ ભૂતકાળ

0
66

કરજણ,તા.૧૫
મિયાગામ- કરજણ જંકશન સ્ટેશનેથી દોડતી કરજણ- ડભોઈ નેરોગેજ ટ્રેનોને ગેજ રૃપાંતર માટે બંધ કરાઈ છે.હવે આ ટ્રેન ભૂતકાળ બની ગઈ છે.શનિવારે ટ્રેન છેલ્લી વખત પાટા પર દોડી હતી. ગાયકવાડ સ્ટેટના સમયથી લગભગ ૧૫૦ વર્ષ ઉપરાંત પુરાણી આ નેરોગેજ ટ્રેનનો પ્રારંભ ૧૮૬૨માં થયો હતો. જેનું નવીનીકરણ તા.૮-૪-૧૯૭૩માં થયુ હતુ.પ્રારંભમાં બળદ ટ્રામ વે થી શ્રી ગણેશ થયેલી ડભોઈ કરજણ રેલવે લાઈન પર સમય જતાં સ્ટ્રીમ એન્જીન અને ત્યારબાદ ડીઝલ એÂન્જન દોડતા થયા હતા. બાપુની ગાડી ગણાતી હોવાથી તેમાં ગણ્યા ગાંઠયા મુસાફરો જ મુસાફરી કરતા હતા.
તા.૧૪ની સાંજે ૧૭-૧૦ની આ ટ્રેનની છેલ્લી ટ્રીપ દોડીને તે હવે ભૂતકાળ બની ગઈ છે. કરજણ ખાતે નેરોગેજના આવેલા વર્ક શોપને અન્યત્ર ખસેડવામાં આવેલ છે. રેલવે તંત્રે અચાનક ટ્રેન બંધ કરવાનો નિર્ણય કરતાં મીકેનિકલ સ્ટાફ સલવાઈ ગયો છે. જાકે હજી કરજણથી મોટી કોરલ બે ટાઈમ, કરજણથી માલસર-૧ ટાઈમ અને કરજણ ચોરંદા-એક ટાઈપ નેરોગેજ ટ્રેન દોડનાર છે.
કરજણતી ડભોઈની સાંજે ૧૭-૧૦ની છેલ્લી ટ્રીપમાં જે ૩૫ મુસાફરો હતો. જેમાં ૨૮ ડભોઈના અને ૭ કારવણના હતા. મુખ્ય એન્જીન ડ્રાઈવર તરીકે લાલજીભાઈ વાઢેરા, સહ ડ્રાઈવર તરીકે અરવિંદકુમાર તથા ગાર્ડ તરીકે એસ.બી.ચેટરજી હતા. છેલ્લા મુસાફર તરીકે ની ટીકિટ શનાભાઈ પરમાર રહે. ડભોઈએ લીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY