માર્ક ઝુકરબર્ગ વારેન બફેટને પછાડી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવાની કગારે પહોંચ્યા

0
6

કેલિફોર્નિયા,તા.૨૨
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ બુધવારે વોરેન બફેટને પછાડીને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બનવાની કગારે પહોંચ્યા હતા. બર્કશાયર હાથવે ઈન્કોર્પોરેશનના ચેરેન બફેટ કરતા ઉંમરમાં ૫૦ વર્ષ નાના માર્ક ઝુકરબર્ગની સંપત્તિ ૮૧.૬ અબજ ડોલર અર્થાત ૫.૫૦ લાખ કરોડ થઈ છે. ૮૭ વર્ષના વોરેન બફેટની સંપત્તિ પણ આટલી જ છે. આ વર્ષે ફેસબુક ડેટા લીક વિવાદમાં ઘેરાયા બાદ ઝુકરરબર્ગની સંપત્તિમાં ૮.૮ અબજ ડોલરનો વધારો નોંધાયો છે. પ્રાઈવેટ ડેટા લીક વિવાદને પગલે ફેસબુકના શેરમાં ૧૮ ટકા સુધીનો ઘટાડો પણ નોંધાયો હતો.
ફેસબુકનો શેર ૨૭ માર્ચના ૧૫૨.૨૨ ડોલરના સ્તરે હતો જે હાલ વધીને ૨૦૨ ડોલર ટ્રેડ થઈ રહ્યો છે. ફેસબુકના શેરમાં આવેલા ઉછાળાથી અધિકારીઓને પણ ઘણો લાભ થયો છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગની સંપત્તિ વધીને ૧.૮ અબજ ડોલર આસપાસ પહોંચી છે. આ ઉપરાંત ચીફ ટેક્નોલોજીકલ ઓફિસર માઈકલ સ્ક્રોફરની સંપત્તિ પણ ૨૨૫ મિલિયન ડોલર થઈ છે. કંપનીમાં તેમની હિસ્સેદારી ૦.૦૫ ટકા છે.
૩૪ વર્ષીય ઝુકરબર્ગ હાલમાં ઈ-રિટેલ કંપની એમેઝોનના પ્રમુખ જેફ બેઝોસ, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સ કરતા સંપત્તિમાં પાછળ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસની સંપત્તિ ૧૪૪.૮ અબજ ડોલર છે. જ્યારે બિલ ગેટ્‌સની સંપત્તિ ૯૨.૮ અબજ ડોલર છે.
ન્યૂ યોર્ક સ્ટોક માર્કેટમાં પ્રતિદિન થતા કામકાજના આધારે અપડેટ થતા બ્લૂમબર્ગ ઈન્ડેક્સ મુજબ આ માહિતી જાહેર કરાઈ છે. આ યાદીમાં વિશ્વના ૫૦૦ ધનકુબેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વોરન બફેટે તેની સંપત્તિનો મોટો ભાગ દાન કર્યા બાદ તેમની સંપત્તિમાં ઘટાડો થયો છે. તેમણે બર્કશાયર હાથવેના ક્લાસ બીના ૨૯૦ મિલિયન શેર ગેટ્‌સ ફાઉન્ડેશનને દાન કર્યા હતા.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY