પ્રિયંકા બનાવશે અનોખો રેકોર્ડ ; ફિલ્મમાંથી પ્રોફિટનો ભાગ લેશે

0
69

મુંબઈ,તા.૧૫
પ્રિયંકા ચોપરાએ માત્ર ભારત જ નહીં પણ વિદેશમાં ખુબ સફળતા પ્રાપ્ત કરી છે. બાલીવુડમાંથી બે વર્ષ સુધી અદ્રશ્ય થયા બાદ પ્રિયંકાએ બે હિન્દી ફિલ્મો સાઈન કરી છે – અલી અબ્બાસ ઝફરનું ‘ભારત’ અને સોનાલી બોસની ‘ધ સ્કાય ઇઝ પિંક’. ‘ધ સ્કાય ઇઝ પિંક’ સાથે, પ્રિયંકા એક રેકોર્ડ બનાવવા જઈ રહી છે.
અહેવાલો જણાવે છે કે, પ્રિયંકા ફિલ્મના પ્રોફિટનો ભાગ લેશે. અત્યાર સુધી અભિનેતાઓએ બોલીવુડમાં આવું કર્યું નથી, પરંતુ પ્રિયંકા આવું કરવારી પહેલી બાલીવુડ અભિનેત્રી બનશે.
મળતી માહિતી મુજબ, “સોનલી બોઝની ફિલ્મ પ્રિયંકા અને ઝાયરા વાસીમ પર આધારિત છે. પ્રિયંકાએ વિચાર્યું કે તે ફિલ્મના નફામાં થોડો ભાગ લેશે. આવું કરવાનારી પ્રિયંકા બાલીવુડની પ્રથમ અભિનેત્રી છે. અત્યાર સુધી, અત્યાર સુધી ફક્ત એક્ટર્સ આવું કરતા આવ્યા છે.
પ્રિયંકા અને ઝાયરા ઉપરાંત, ફરહાન અખ્તર પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મ સિદ્ધાર્થ રોય કપૂર અને રોની સ્ક્ર્‌વલા દ્વારા બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ આયેશા ચૌધરી નામની એક છોકરીના જીવન પર આધારિત છે.
‘ધ સ્કાય ઇઝ પિંક’ ઉપરાંત, પ્રિયંકા પાસે અલી અબ્બાસ ઝફરની ‘ભારત’ પણ છે. સલમાન ખાન અને દિશા પટણી પણ ભારતમાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY