ચાંદ-સિતારાવાળા લીલા ઝંડા પર પ્રતિબંધ મુદ્દે સુપ્રિમે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો

0
45

ન્યુ દિલ્હી,તા.૧૬
સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યુ કે તે ચાંદ-સિતારાવાળા લીલા ઝંડાને બેન કરવાની અરજી પર પોતાનો જવાબ આપે. જસ્ટિસ એકે સિકરીની અધ્યક્ષતાવાળી બે જજાની પીઠે સાલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે, તે અઠવાડિયામાં કેન્દ્ર સરકારનું વલણ જણાવે. તેની સાથે કોર્ટે ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની જનહિત અરજીનો સ્વીકાર કર્યો જેમાં તેમને લીલા રંગના ચાંદ-સિતારોવાળા ઝંડાને આખા ભારતમાં બેન કરવાની માંગ કરી હતી. રિજવીએ આ અરજી ૧૭ એપ્રિલે દાખલ કરી હતી.
રિજવીનું કહેવું છે કે, આ ઝંડા પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ સાથે મળતો આવે છે. અમુક મૌલવિયોએ ખોટી રીતે આ ઝંડાને ઈસ્લામ સાથે જાડી દીધો છે, જ્યારે તેનો ઈસ્લામ સાથે કોઈ લેવા નથી. તેમને કહ્યુ કે, આ ઝંડાના કારણે ઘણી વખત સાંપ્રદાયિક તણાવ ફેલાય છે અને બે સમુદાયોની વચ્ચે અંતર વધે છે. એટલા માટે આ ઝંડાને બેન કરી દેવો જાઈએ. દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે પેગમ્બર સાહબ પોતાના કાફલામાં સફેદ અથવા કાળા રંગના ઝંડાનો ઉપયોગ કરતા હતા.
રિજવીએ કહ્યુ, હું સુપ્રીમ કોર્ટથી ચાંદ-સિતારાવાળા લીલા ઝંડા પર તત્કાલ પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે, કારણ કે આ ઝંડો પાકિસ્તાન અને મુસ્લિમ લીગના ઝંડા સાથે મળતો આવે છે. વસીમ રિજવીનું કહેવું છે કે, અડધો ચાંદ અને તારાનું નિશાનવાળો આ લીલો ઝંડો ૧૯૦૬માં આઝાદી પહેલા જૂની મુસ્લિમ લીગના વકાર ઉલ માલી અને મોહમ્મદ અલી જિન્નાએ ઈજાદ કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY