રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લમાનોની પાર્ટી ગણાવી હોય તો તેમા કંઈ ખોટુ નથી ; નદીમ જાવેદ

0
135

ન્યુ દિલ્હી,તા.૧૬
કોંગ્રેસ મુસ્લમાનોની પાર્ટી હોવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ અલ્પસંખ્યાક વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ નદીમ જાવેદે કહ્યુ કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસને મુસ્લમાનની પાર્ટી ગણાવી હોય તો તેમા કંઈ ખોટુ નથી. આ મામલે રાહુલ ગાંધીના નિવેદનનું કોંગ્રેસે ખંડન કર્યું હતું. પરંતુ નદીમ જાવેદના નિવેદન બાદ ફરીવાર રાજકારણ ગરમાયુ છે.
નદીમે વધુમાં કહ્યુ કે, કોંગ્રેસ પછાત મુસ્લમાનોની પાર્ટી છે. તમારે સચ્ચર કમિટીના રિપોર્ટને યાદ કરવો જાઈએ. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, દેશમાં દલિતો કરતા મુસ્લમાનોની હાલત વધારે ખરાબ છે. નદીમ જાવેદે ઉર્દૂ સમાચાર પત્ર ઈન્કલાબના અહેવાલને યોગ્ય ગણાવ્યો. જેમા તેમણે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુસ્લમાનોની પાર્ટી હોવાની કોઈ ખોટી વાત કરી નથી.
એક સમયે રાહુલ ગાંધીના નજીકના સાથી રહેલા શહજાદ પુનાવાલાએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, નદીમ જાવેદે ઈન્કલાબના અહેવાલને યોગ્ય ગણાવ્યો છે. નદીમ જાવેદે કહ્યુ કે, રાહુલ ગાંધીએ કોઈ ખોટી વાત નથી કરી તો સમાચાર પત્ર ઈન્કલાબે કોઈ ખોટો અહેવાલ પ્રકાશિત કર્યો નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY