નબળી બેન્કોમાં સરકાર રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવશે..!!

0
17

ન્યુ દિલ્હી,તા.૧૭
સરકાર મૂડીની નિયમનસંબંધી જરૂરિયાતને પહોંચી વળવા પાંચ-છ પીએસયુ બેન્કોમાં રૂ.૮,૦૦૦ કરોડ ઠાલવવાની યોજના ધરાવે છે. નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તાત્કાલીક મૂડીસહાય મેળવનારી સંભવિત બેન્કોની યાદીમાં નીરવ મોદી કૌભાંડનો ભોગ બનેલી પીએનબી પણ સામેલ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, કેપિટલ બેન્કોએ વધારાના ટિયર-૧ કેપિટલ બોન્ડ્‌સ ઈશ્યૂ કર્યા છે, જેના વ્યાજની ચૂકવણી બાકી છે. આ બેન્કો મૂડીની નિયમનસંબંધી જરૂરિયાત પૂરી નહી કરે તો તેમને નાણાંની ચૂકવણી નહી કરવા દેવાય. અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર પીએસયુ બેન્કોને આ પ્રકારનો ચૂકવણીમાં ડિફોલ્ટ નહી થવા દે. કારણ કે એવું થાય તો તેની સીધી અસર બેન્કોના રેટિંગ પર પડશે. ઉલ્લેખનીય છે કે, બેન્કો એટીઆઈ બોન્ડ્‌સ દ્વારા મૂડી એકત્ર કરે છે. આ પરપેચ્યુઅલ બોન્ડ્‌સ હોય છે અને એટલે રોકાણકારો ઉંચું વ્યાજ આપે છે. બેડ લોનના પ્રમાણમાં વધારો અને સતત વધી રહેલી ખોટના કારણે બેન્કો માટે આ બોન્ડ્‌સનું વ્યાજ ચૂકવવાનું મુશ્કેલ બન્યું છે. તેને લીધે તેમના ડિફોલ્ટના જાખમમાં વધારો થાય છે.
અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર આરબીઆઈના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એકશન (પીસીએ) હેઠળની કેટલીક બેન્કોને સરકારની આ મૂડી સહાયથી ફાયદો થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY