વાયુસેનાનુ મિગ-21 વિમાન ક્રેશ, પાયલોટે ગુમાવ્યો જીવ

0
7
પઠાણકોટ તરફ જઈ રહ્યુ હતુ વિમાન

હિમાચલ પ્રદેશના કાંગડામાં એરફોર્સનુ મિગ-21 લડાકુ વિમાન તુટી પડ્યુ છે. જેમાં પાયલોટે પણ જીવ ગુમાવ્યો છે. પહેલા એવી અટકળો થઈ રહી હતી કે પાયલોટને વિમાનમાં સર્જાયેલી ખામીની જાણ થઈ ગઈ હોવાથી કદાચ વિમાન ક્રેશ થતા પહેલા તે બહાર નીકળી ગયો હશે. જોકે પાછળથી પાયલોટનુ મોત થયુ હોવાની ખબરને સમર્થન અપાયુ છે. મિગ-21 પંચાબથી પઠાણકોટ તરફ જઈ રહ્યુ હતુ ત્યારે કાંગડા જિલ્લામાં તે ક્રેશ થયુ હતુ.ઉલ્લેખનીય છે કે 2016ના સપ્ટેમ્બર મહિનામાં પણ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જોકે તેમાં સવાર બે પાયલોટ્સ પોતાનો જીવ બચાવી શક્યા હતા. જુના પુરાણા થઈ ગયેલા મિગ વારંવાર તુટી પડતા હોવાના કારણે તેને ફ્લાઈંગ કોફિનનુ ઉપનામ મળેલુ છે. જોકે વાયુસેના હવે તબક્કાવાર આ વિમાનોને નિવૃત્તિ આપી રહી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY