કરાંઠાના યુવાન નો ચેક બાઉન્સ થતા રાજપીપલા ની ચીફ.જયુ. કોર્ટે એક વર્ષ ની કેદનો હુકમ કર્યો 

0
43

દસ હજાર રૂપિયાનો દંડ ના ભરે તો વધુ ત્રણ માસ ની સજા નો હુકમ, કરાંઠા ના આ યુવાન પર ચેક બાઉન્સનો બીજો ગુનો જેમાં સજા થઇ

રાજપીપલા : નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ધીરધાર દ્વારા ગામના યુવાન ને અપાયેલ નાણાં ના કેશમાં યુવાનનો ચેક બાઉન્સ જતા જેના વિરુદ્ધ થયેલી ફરિયાદ નો કેશ રાજપીપલા એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટ માં ચાલી જતા નામદાર કોર્ટે આ ગુનામાં 1 વર્ષ ની કેદનો હુકમ કર્યો જયારે 10 હજાર દંડ ફટકાર્યો જો આ દંડ ના ભરે તો  વધુ 3 માસ ની સજા થશે નાા હુકમ થી ભારે ચકચાર મચી છે.

રાજપીપલા નજીક કરાંઠા ગામે રહેતા રમેશ ડાહ્યા પટેલ પોતે રાજપીપળામાં શ્રી લક્ષ્મી ફાઇનાન્સ ચલાવી નાણાં ધીરધાર નો ધંધો કરે છે. જેમની પાસેથી ચેક આપી કરાંઠા ગામે રહેતા અલ્પેશ હર્ષદ પટેલ ને એક લાખ રૂપિયાની જરૂર પડતા આ પ્રતીક પટેલ પાસે 6 મહિના માટે ઉછીના માંગ્યા હતા. જેનો સમય જતા રમેશ ડાહ્યા પટેલ દવારા વારંવાર માંગણી કરવા છતાં તે આપી શક્યો નહિ જેથી જેને આપેલો ચેક બેંકમાં નાખતા ચેક બાઉન્સ ગયો, ધારાશાત્રી આર.એસ.પંજવાણી મારફતે રાજપીપલા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ માં ઘી નેગોશિએબલ ઇન્સ્ટ એક્ટ કલામ-138 મુજબ ફરિયાદ કરતા જે કેશ કોર્ટ માં ચાલતા નામદાર કોર્ટે અલ્પેશ પટેલ ને એક વર્ષની કેદ નો હુકમ કર્યો સાથે 10 હજાર રૂપિયાનો દંડ ના ભારે તો વધુ 3 માસ ની સજા નો હુકમ કર્યો આ જ યુવાન વિરુદ્ધ રાજપીપલા ના પ્રતીક પટેલે આપેલા 1 લાખ ના આપતા જેને આગાઉ કેશ કર્યો હતો અને જેમાં પણ આ યુવાન ને એક વર્ષ ની સજા થઇ હતી ચેક બાઉન્સ ના કેશ માં કરાંઠા ના આ યુવાન પર ચેક બાઉન્સનો બીજો ગુનો નોંધાયો અને જેમાં સજા થઇ છે. આ કેશના ચુકાદાથી રાજપીપલા નગરમાં ખોટા ચેકો આપનારા ઓ માં ફાફળાટ ફેલાયો છે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY