બેરોજગારી,ભૂખમરો,ગરીબી ભારત માતાના માથા પર કલંક છે: રામદેવ

0
10

ભોપાલ,તા.૧૯

મોદી સરકાર વિરુદ્ધ બાબા રામદેવે ખોલ્યો મોર્ચો,બેરોજગારી પર ઊઠાવ્યા પ્રશ્નો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં યોગ ગુરુ બાબા રામદેવએ મોદી સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલીને એક મોટું નિવેદન આપ્યું છે. આજ સુધી મોદી સરકારના સમર્થનમાં ઊભા રહેલા યોગ ગુરુ બાબા રામદેવએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને રોજગારના મુદ્દા પર ઘેર્યા છે.
યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું છે કે બેરોજગારી, ભૂખમરો, ગરીબી ભારત માતાના માથા પર કલંક છે. આ સમયે પૂરા દેશમાં બેરોજગારી એક મોટો પ્રશ્ન છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ દિશામાં કામ કરી શકી નથી એ આ ક્ષેત્રમાં નિષ્ફળ સાબિત થઇ છે. તો બીજી બાજુ એમને પતંજલિને લઇને દાવો કર્યો છે કે એ સતત નોકરીઓ આપી રહ્યા છે. બાબા રામદેવએ પતંજલિને લઇને જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં જા સેલ્સ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ૧૧ હજાર લોકોને નોકરીઓ આપવામાં આવી છે.
એમને કહ્યું કે પતંજલિ સતત આ ક્ષેત્રમાં કામ કરી રહી છે અને લોકોને રોજગારી આપવાનું કામ કરી રહી છે. એમને દાવો કર્યો છે કે આવનારા સમયમાં પણ લોકો માટે રોજગાર આપવામાં આવશે. જા કે બાબા રામદેવએ સીએમ શિવરાજની જનઆશીર્વાદ યાત્રા પર પણ કોઇ નિવેદન આપવાની ના પાડી દીધી. સ્વામી અગ્નિવેશ પર હુમલાની ઘટનાથી સંબંધિત પ્રશ્ન પર બાબા રામદેવે કહ્યું કે આ પ્રકારે હુમલો પીટાઇ શોભતું નથી.
જણાવી દઇએ કે આ પહેલા પણ બાબા રામદેવે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર પ્રશ્નો ઊઠાવી ચુક્્યા છે. એક તરફ વિપક્ષ સરકારને બેરોજગારી અને અન્ય મુદ્દા પર ઘેરી રહી છે તો બીજી બાજુ હવે બાબા રામદેવ પણ વિપક્ષના સમર્થનમાં ઊભેલા જાવા મળી રહ્યા છે.
(જી.એન.એસ)

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY