દારૂ પીવાની પરમિટ ઘરાવતાં લોકો સાવધાન,રાજ્ય સરકાર લાવી વિચિત્ર નિયમ

0
178

ગાંધીનગર,તા.૧૯

જેમની ઉંમર ૭૦ અથવા તેનાથી વધુ હોય અને જીવિત હશે તેને જ દારૂની પરમીટ મળશે..!!

ગુજરાત રાજ્યમાં દારૂ પીવો આમ તો ગેરકાયદે છે. પરંતુ તેમ છતાં પણ બોર્ડર પર દિનપ્રતિદિન દારૂ ભરેલી ટ્રકો પકડાય છે. ગુજરાતના વગદાર અને શ્રીમંતો પણ ખાનગી રીતે દારૂ પી રહ્યા છે. જા કે હવે રાજ્ય સરકાર દારૂ પીવાની પરમિટ માટે એક નવો નિચિત્ર નિયમ લાવી.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાલમાં અધિકારીઓએ દારૂ પીવાની પરમિટ માટે એક નવો નિયમ બહાર પાડ્યો છે. જે સાંભળીને તમને વિચિત્ર લાગશે. આ નિયમ પ્રમાણે જેમની પાસે હેલ્થ પરમીટ છે અને જા તેમની ઉમંર ૭૦ અથવા તેના કરતા વધુ છે તો તેમણે તેઓ જીવીત છે તેવુ પ્રમાણપત્ર લાવવાનું રહેશે. હેલ્થ પરમીટના નિયમ પ્રમાણે જેમની પાસે પરમીટ છે તેમણે જાણે દારૂ ખરીદવા નિર્ધારીત સ્ટોરમાં જવુ પડે છે ત્યાં બાયોમેટ્રીક સીસ્ટમ છે. ત્યાં પોતાની ફિંગર પ્રિન્ટ મેચ થાય તો જ દારૂ મળે છે. જા ફિંગર પ્રિન્ટ મેચ થાય નહીં તો જેમની પરમીટ છે તેમના નામે ઓટીપી જનરેટ થાય છે. ઉલ્લેખનીય છે કે માણસ જીવીત હોય તો પરમીટ ઉપર દારૂ મળે છે છતાં નશાબંધી વિભાગે ૭૦ કરતા વધુ વયધારકો પાસેથી જીવીત હોવાનું પ્રમાણપત્ર માંગ્યુ છે.
જા કે આ પહેલા ગુજરાતમાં જેમની પાસે હેલ્થ પરમીટ હતી અને તેમનો નિયત સમય પુરો થઈ ગયો હતો, તેમની પરમીટ છેલ્લાં ચાર મહિનાથી રીન્યુ થઈ રહી નથી. આ ઉપરાંત જેમણે નવી પરમીટ માંગી હતી જેમની કાર્યવાહી પણ રોકી દેવામાં આવી છે. કારણ સરકારી બાબુઓને નિયમ બનાવતા ચાર મહિના લાગી ગયા છે. તેનો સીધો અર્થ સ્પષ્ટ છે કે જેમની પાસે પરમીટ હતી, પણ સરકારી બાબુઓની અનિર્ણાયકતાને કારણે જેમની પરમીટ અટકી ગઈ છે, તેમણે દારૂ પીવાનું બંધ કર્યુ નથી, પણ તેમણે બુટલેગરો પાસેથી દારૂ ખરીદવાનું શરૂ કરી દીધુ છે.
(જી.એન.એસ)

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY