વડોદરા,તા.૧૯
થોડા સમય પહેલા વરસાદ પડતા ખુલ્લા વીજ વાયરને અડી જતા પિતા પુત્રના મોત નીપજ્યા હતા. જ્યારે પણ વરસાદના સમયે વીજ કંપનીની બેદરકારીનો વધુ એક નમૂનો પ્રકાશમાં આવ્યો છે. શહેરના રાજેશ ટાવર રોડ પર ઓલમાઇટી એવન્યુમાં સોસાયટીના ગેટને અડતા પિતા પુત્રના સ્થળ પર મોત નીપજ્યા હતા. જે ઘટનાની તપાસ કરતા વીજ કંપનીની નિષ્કાળજી સામે આવી હતી. વીજ કંપનીએ ખુલ્લા વાયરો રાખતા બંનેના મોત નીપજ્યા હતા. જ્યારે વીજ કંપનીની બેદરકારીનો વધુ એક કિસ્સો સપાટી પર આવ્યો છે.
જુના બનાવના સ્થળથી થોડા જ અંતરે આવેલા રામેશ્વર રોડ પર વીજ કંપનીના ટ્રાન્સફોર્મરના વાયરો પાણીમાં ઉતરી જતા રોડ પર કરંટ લાગવાના કિસ્સા બન્યા હતા. જેને લઈને સ્થાનિક રહીશોએ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. જો આવા સમયે કોઈ રાહદારીને કરંટ લાગે તો મોટી જાનહાની સર્જવાની શક્યતાઓ છે. તેમ છતાંય વીજ કંપનીના અધિકારીઓ જાવા સુદ્ધા આવતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આજ વિસ્તારમાં અગાઉ બે વ્યક્તિન વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હતા. હાજીએ ઘટનાની તપાસ પણ પુરી થઈ નથી. ત્યાં તો નજીકના વિસ્તારમાં વીજ કંપનીની બીજી બેદરકારી જાણે ફરી કોઈ નિર્દોષનો જીવ લેવાની રાહ જાઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





