શાંઘાઈ,તા.૨૨
ચીનને ભારતીય સાથે જાડાયેલી નવી પરેશાની સતાવી રહી છે, એટલે કે ચીન ચિંતામાં છે કે, લગભગ અમેરિકાની બધી દિગ્ગજ કંપનીઓના સર્વોચ્ચ પદ ભારતીયો પાસે જ કેમ છે. ચીનના સરકારી ન્યૂઝ પેપર ગ્લાબલ ટાઇમ્સમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અખબારમાં પ્રકાશિત થયેલા લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતના તામિલનાડુમાં પેદા થયેલા સુંદર પિચાઇ ઓગસ્ટ ૨૦૧૫ માં ગૂગલના સીઇઓ તરીકે નિયુક્ત થયા જ્યારે તેલંગાણામાં જન્મેલા સત્યા નડેલા ૨૦૧૪ માં માઇક્રોસાફ્ટના સીઇઓ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેવટે ભારતીયો આટલી મોટી સંખ્યમાં મલ્ટીનેશનલ કંપનીઓના સીઇઓ કેમ બની રહ્યાં છે, જ્યારે કારોબારી જગત સાથે જાડાયેલા ચીની મૂળના લોકો પાછળ પડી રહ્યાં છે.
ચીનની આ પરેશાન એટલા માટે પણ છે કે પશ્ચિમી શિક્ષણ મેળવનારા ચીની લોકોની સંખ્યા ભારતીયોથી વધુ જ હોય છે. જાવામાં આવે તો ૨૦૧૬-૧૭ માં, ૩,૫૦,૭૫૫ ચાઇનીઝ સ્ટુડન્ટ્સે અમેરિકન યૂનિવર્સિટીઝમાં એડમિશન લીધું જ્યારે માત્ર ૧,૮૫,૦૦૦ ભારતીયોને આ મોકો મળ્યો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનાઓનું પછાત રહેવું માત્ર વ્યક્તિગત હાર નથી. આને મોટા પરિદ્રશ્યમાં જાવું જાઇએ. ભારતનો સાફ્ટ પાવર વધી રહ્યો છે. આનાથી ભારત ટેકનોલાજી સેક્ટરમાં અમેરિકન કંપનીઓની નજરમાં આકર્ષક બની શકે છે.
આ રિપોર્ટમાં ભારત અને ચીન બિઝનેસ જગતમાં લોકો સાથે વાત કરવામાં આવી છે. તે અનુસાર, કામ અને ભાષા શીખવામાં ભારતીયોને એટલા માટે મહારત હાસિલ છે કેમકે તે અલગ અલાગ સંસ્કૃતિઓ અપનાવવામાં મદદગાર હોય છે. જ્યારે અમેરિકામાં ભણનારા સ્ટૂડન્ટ્સ ચીન પરત ફરીને અહીંની અર્થવ્યવસ્થા પર ફોકસ કરવાનું પસંદ કરે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




