સુરત,તા.૧૯
પોતાની ફરજ દરમ્યાન અકાળે મૃત્યુ પામતા પોલીસને હવેથી પહેલાં જ મેડિકલ સારવાર મળી રહે તેના માટે સુરત પોલીસ કમિશ્નરે તાજેતરમાં સુરત પોલીસમાં ફરજ બજાવતા ૪૦થી ઉંમરના પોલીસ કર્મચારીઓનો મહાવીર હોસ્પિટલમાં સંર્પૂણ મેડીકલ ટેસ્ટ કરાવ્યો હતો. જેનું ચોંકવનારું તારણ આવ્યું છે. કુલ ૧૪૦૩ મેડીકલ ટેસ્ટમાંથી ૬૫૫ પોલીસ તંદુરસ્ત હોવાનું જણાયું જયારે ૬૬૦ પોલીસને માઇનોર બિમારી હોવાનું અને ૮૮ને ગંભીર બિમારી હોવાનું જાણવા મળ્યું છે. જેમને ગંભીર બિમારી છે એવા ૮૮ પોલીસને હવે કમિશ્નર ભારે ભાગદોડ નહીં હોય તેવી લાઇટ ફરજનું કામ સોંપશે.
સુરત પોલીસ કમિશ્નર સતીષકુમાર શર્માએ કહ્યુ હતું કે ૨૦૧૪માં ૫, ૨૦૧૫માં ૬, ૨૦૧૭માં ૭ અને ૨૦૧૭માં ૬ પોલીસ કર્મચારીના ફરજ પર અકાળે મોત થયા હતા.પોલીસને કામનું ઘણું પ્રેસર અને તણાવ રહેતા હોય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને ૪૦થી વધુ ઉંમરના ૧૪૦૩ પોલીસ કર્મચારીઓનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ૬૫૫ પોલીસ તો એકદમ તંદુરસ્ત છે પણ ૬૬૦ને માઇનોર પ્રોબ્લેમ છે. જયારે ૮૮ પોલીસ કર્મચારી એવા છે જેમને કિડની, પ્રેસર જેવી ગંભીર બિમારીઓ છે. આવા કર્મચારીઓની ઓળખ કરીને તેમને હવે લાઇટ કામ સોંપવામાં આવશે. આમાંથી કેટલાંક ટ્રાફીક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






