ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ભરૂચ દ્રારા વિવિધ માંગણીઓ સાથે જિલ્લા સમાહર્તા ને આવેદનપત્ર પાઠવ્યું.

0
212

આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી ની મહિલાઓએ પોતાની વિવિધ માંગણીઓ સાથે જિલ્લા સમાહર્તા સંદીપ સાગલે ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.ભરૂચ જિલ્લા આંગણવાડી વર્કર મહિલાઓ દ્રારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર qઆક્ષેપો કરી જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આંગણવાડી વર્કર ને યશોદા મૈયા નામ આપેલ અને એર હોસ્ટેજ બનવવાની જાહેરાતો પણ કરેલ પરંતુ નરેન્દ મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી પણ બજેટોમાં આંગણવાડી વર્કરો તથા હેલ્પરોના માનદ ભથ્થામાં કોઈજ વધારો કરાયો નથી.વર્ષ ૨૦૧૧ માં માનદ ભથ્થા વધારો કરાયા બાદ કોઈજ વધારો કરાયો નથી.જેથી આંગણવાડી વર્કર બહેનો ખુબજ નારાજ થઈ છે.જોકે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સમયે પણ ચૂંટણી ઢાંઢેરામાં પણ આંગણવાડી વર્કરોના માનદ ભથ્થામાં વધારાની જાહેરાતો કરી હતી.આંગણવાડી વર્કર હેલ્પરને પ્રોવીડન્ટ ફંડ,ઈ. એસ.આઈ. રૂપિયા ૩૦૦૦/- પેન્શન, ગ્રેજ્યુઇટીના લાભો આપવા અને ૪૦ વર્ષેથી માનદ સેવકને બદલે કાયમી કર્મચારી ગણવા અને લઘુતમ વેતન રૂ,૧૮૦૦૦/-જાહેર કરવા માંગ કરેલ છે.અને કેન્દ્ર સરકાર દ્રારા આંગણવાડીનું ખાનગીકરણ કરવા તથા કંપનીઓને સોંપવાની જાહેરાતો થઈ રહી છે.અને ખાનગીકરણનો આંગણવાડીની બહેનો સખ્ત વિરોધ કરે છે. ખાનગીકરણ થવાથી કુપોષણની કામગીરી ઉપર પણ ગંભીર અસર પડે તેમ છે.અને જો વહેલી તકે આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓ નહીં સ્વીકરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY