
સુરત
સુરતના લસકાણા વિસ્તારમાં પત્નીએ દિયર સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરબાબુ નામના યુવકની હત્યાના ગુનામાં લસકાણા પોલીસે મૃતકની પત્ની રીનાદેવી અને તેના દિયર શિવા નિષાદને ઝડપી પાડ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રીનાદેવી અને શિવા નિષાદ વચ્ચે અનૈતિક સંબંધો હતા. આ સંબંધોની જાણ અમરબાબુને થઈ જતાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
આ અદાવતમાં રીનાદેવી અને શિવા નિષાદે કથિત રીતે હત્યાનું કાવતરું ઘડી થોડા દિવસો અગાઉ અમરબાબુની હત્યા કરી નાખી હતી. સમગ્ર મામલે લસકાણા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



