સુરત,તા.૧૨
સુરત શહેરમાં છેલ્લા દિવસોથી વહેલી સવારે ગાઢ ધુમ્મસ ફેલાયેલું હોય છે અને તેના કારણે સતત ફલાઇટ ડાયવર્ટ કરવાની નોબત આવી છે. ગાઢ ધુમ્મસના કારણે ૧૦૦ મીટર કરતાં પણ ઓછી વિઝીબિલિટીના કારણે ફરી બે ફલાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી. જે અન્વયે મુંબઈ-સુરત અને દિલ્હી-સુરત ફલાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે.
સવારે એરપોર્ટ પર ગાઢ ધુમ્મસની ચાદર ફેલાયેલી હતી જેના કારણે ૧૦૦ મીટર દુરનું પણ જાવું શક્ય ન હતું. જેના કારણે સુરત એરપોર્ટ પર પ્લેનને લેન્ડિંગ કરાવવાનું જાખમ લઈ શકાય તેમ ન હોવાથી એર ઇન્ડિયાની ફલાઈટને સુરતથી પાછી મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીથી સુરત માટે આવેલી ઇન્ડિગોની ફલાઇટ પણ અમદાવાદ ખાતે ડાયવર્ટ કરી દેવામાં આવી હતી. સવારના ૯ વાગ્યા બાદ સુરત એરપોર્ટ પરથી ધુમ્મસ હટતાં મુંબઈ અને અમદાવાદ ડાયવર્ટ કરાયેલી ફલાઇટસને સુરત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હજી તો બે દિવસ અગાઉ જ તા. ૧૦મી ઓકટોબરના રોજ ધુમ્મસના કારણે સુરત એરપોર્ટ પરની બે ફલાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




