નાનપુરાના કોમ્પ્યુટરના વેપારી સાથે રૂ.૧૪.૨૧ લાખની ઠગાઈ

0
10

સુરત, તા.૨૫
નાનપુરા કૈલાશ સ્વીટની બાજુમાં આવેલી એસકે કોમ્પ્યુટરની દુકાનમાંથી કોમ્પ્યુટરના સ્પેરપાર્ટસનો માલ ઉધારમાં ખરીદી પાછળથી નાણાં નહીં ચૂકવી ૧૪.૨૧ લાખનો વિશ્વાસઘાત કરી રાજસ્થાનનો એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અઠવા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાંદેર રોડ નવયુગ કોલેજની સામે પાશ્વદર્શન કોમ્પ્લેક્ષ ખાતે રહેતાં શ્રેયાંશ કિરીટભાઈ ગાંધીની કોમ્પ્યુટરની એક દુકાન નાનપુરા કૈલાશ સ્વીટની બાજુમાં એસ.કે. કોમ્પ્યુટરની દુકાન આવેલી છે. રાજસ્થાનના જાલોરના વતની અને અડાજણ ગામ ગુજરાત ગેસ સર્કલ ખાતે રહેતાં જશવંતસિંહ પૃથ્વીરાજ સિંહે ૩૧મી અોગષ્ટના રોજ કોમ્પ્યુટરનો માલ સામાનની ઉધારમાં ખરીદી કરી નાણાં નહીં ચૂકતે કરી રૂ.૧૪.૨૧ લાખનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. અઠવા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY