ન્યુ દિલ્હી,તા.૨૧
નવેમ્બર ૨૦૧૬માં થયેલ નોટબંધી બાર આરબીઆઈ તરફથી ૧૦, ૫૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટ જારી કર્યા બાદ હવે ૧૦૦ રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ નવી ૧૦૦ રૂપિયાની નોટ જારી કરવા માટે અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
એટીએમ ઓપરેશન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દેશમાં લગભગ ૨.૪ લાખ એટીએમ મશીન છે. એટીએમ ઓપરેશન સંગઠન સીએટીએમઆઈએ કહ્યુ કે, ૧૦૦ રૂપિયાની નવી નોટ સામે અનેક પડકારો છે. તેણે કહ્યુ કે, ૨૦૦ રૂપિયાની નોટ માટે એટીએમ મશીનો અનુકૂળ કરવાનું કામ હજુ પૂરું પણ નથી થયું. એવામાં ૧૦૦ રૂપિયાની નવી નોટ માટે એટીએમને અનુકૂળ બનાવવાનું કામ સમયસર નહીં થઈ શકે.
સીએટીએમઆઈના ડાયરેક્ટર તથા એફએસએસના અધ્યક્ષ વી. બાલાસુબ્રમણ્યમે કહ્યુ કે, ૧૦૦ રૂપિયાની જૂની અને નવી નોટ બન્ને એક સાથે બજારમાં રહેવાથી અનેક પડકારો સામે આવશે. હિટાચી પેમેન્ટ સર્વિસીસના એમડી લોની એન્ટોનીએ કહ્યુ કે, ૧૦૦ રૂપિયાની નવી નોટ અનુસાર એટીએમ મશીનોને અનુકૂળ બનાવવામાં ૧૨ મહિના લાગસે અને તેની પાછળ ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"







