ન્યુ દિલ્હી,તા.૨૧
લોકસભામાં શુક્રવારે વિરોધ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવમાં વિજય બાદ ભારતીય જનતા પાર્ટીનો આત્મવિશ્વાસ સાતમાં આસમાને પહોંચી ગયો છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતું કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનમાં વિરોધ પક્ષને મળેલો પરાજય ૨૦૧૯ની ચૂંટણીની ફક્ત એક ઝાંખી જ છે અને આ મોદી સરકાર તથા તેમના મંત્ર સૌનો સાથ, સૌના વિકાસમાં લોકોનો વિશ્વાસ દેખાડે છે.
અમિત શાહે કહ્યુ હતું કે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે મતદાનના પરિણામો લોકશાહીનો વિજય છે અને વંશવાદની રાજનીતિનો પરાજય છે. શાહે વિરોધ પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો રકાસ થયા બાદ ટ્વિટ કર્યું હતું કે મોદી સરકારનો આ વિજય લોકશાહીનો વિજય છે અને વંશવાદની રાજનીતિ કરી રહેલા લોકોની હાર છે.
તેમણે લખ્યું હતું કે વંશવાદની રાજનીતિ, વંશવાદ અને તુષ્ટીકરણને પ્રોત્સાહન આપતા કોંગ્રેસ પક્ષની વધુ એક વખત ગરીબીમાંથી આવતા વડાપ્રધાન માટેની નફરત જાહેર થઈ ગઈ છે. બહુમતી વગર અને કોઈ પણ જાતના ઉદ્દેશ્ય વગર કોંગ્રેસે સરકાર વિરુદ્ધ બિનજરૂરી પ્રસ્તાવ લાવીને ફક્ત પોતાના રાજકિય દેવાળાને છતું નથી કર્યું પરંતુ તેમણે લોકશાહીને કચડી દેવાના પોતાના ઈતિહાસનું પણ પુનરાવર્તન કર્યું છે. સમગ્ર દેશને સરકારમાં વિશ્વાસ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





