મિશન ૨૦૧૯: મોદી મેદાનમાં, ફેબ્રુઆરી સુધી ૫૦થી વધુ રેલીઓ કરશે

0
53

૨૧ જુલાઈએ યુપીના શાહજહાંપુર રેલી સંબોધશે,મોદી સાથે રાજનાથસિંહ,અમિત શાહ, ગડકરી પણ મેદાનમાં ઊતરશે
ન્યુ દિલ્હી,તા.૧૩
વડાપ્રધાન મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યુ હતું કે ચાર વર્ષ કામ અને પાંચમા વર્ષે રાજનીતિ. મોદીએ આ નિવેદનના આધારે લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં જાડાય ગયાં છે. ભાજપે વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તાબડતોડ રેલીઓ આયોજિત કરી છે. ભાજપનો પ્લાન છે કે વર્ષ ૨૦૧૪ની જેમ જ ટીવી સ્ક્રીન પર માત્ર મોદી જ નજરે પડે. કાર્યક્રમ મુજબ આગામી ફેબ્રુઆરી સુધી પીએમ મોદી ૫૦થી વધુ રેલીઓ કરશે. આ રેલીઓમાં તેઓ ૧૫૦ સંસદીય ક્ષેત્રોને કવર કરશે. જેનો પ્રારંભ તેઓએ પંજાબના મુક્તસરમાં ખેડૂત રેલી સંબોધિત કરીને કર્યો છે.
૨૦૧૯ લોકસભા ચૂંટણી અને મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનામાં રાખીને ભાજપે અત્યારથી જ કમર કસી છે. કેન્દ્ર અને અન્ય રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાવવા વડાપ્રધાન મોદી ફેબ્રુઆરી સુધીમાં ૫૦ જેટલી રેલીઓ સંબોધિત કરશે.
જે અંતર્ગત તેઓ ૨૧ જુલાઈએ યુપીના શાહજહાંપુર જશે. જે બાદ બંગાળના મિદનાપુર, કર્ણાટક અને ઓરીસ્સામાં ખેડૂત રેલીઓને સંબોધિત કરશે.
પીએમ મોદી ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ દેશભરમાં ૫૦-૫૦ રેલીઓ કરશે. આ રેલીઓની મદદથી ભાજપે બેથી ત્રણ સંસદીય ક્ષેત્રોને કવર કરવાની યોજના બનાવી છે.
આ રેલીઓની મદદથી પાર્ટીના નેતા સરકારના કામકાજની ચર્ચાં કરશે અને ચૂંટણી માટે કાર્યકર્તાઓને પણ તૈયાર કરશે. પાર્ટીના એક નેતાના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પહેલાં ભાજપ ૨૦૦ રેલીઓની મદદથી ઓછા ઓછા ૪૦૦ લોકસભા ક્ષેત્રોને કવર કરી ચુક્યું હશે.
પાર્ટી નેતાઓએ જણાવ્યું કે આ ૫૦ રેલીઓ ઉપરાંત મોદી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ રેલીઓ સંબોધીત કરશે કે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY