ફેસબુક પર “એક કરોડ પાટીદાર” ગ્રુપ દ્વારા ભાજપ મહિલા મોરચા વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી મુદ્દે નર્મદા ભાજપ મહિલા મોરચાની કલેકટરને રજુઆત.

0
228

“એક કરોડ પાટીદાર” ગ્રુપના એડમીન અને સભ્યો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા નર્મદા જિલ્લા મહિલા મોરચાની માંગ.

રાજપીપળા:હાલ સોશિયલ મીડિયાનો દરેક ક્ષેત્રેમાં કૂદકે અને ભૂસકે ઉપયોગ થઈ રહ્યો છે.અમુક વખતે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરતા કિસ્સાઓ પણ બનતા હોય છે.ત્યારે ફેસબુક પર ચાલતા”એક કરોડ પાટીદાર”નામના ગ્રુપ દ્વારા ભાજપના મહિિલા મોરચા વિરુદ્ધ્ધ અભદ્ર ટિપ્પણી કરાઈ હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા કલેકટર અને પોલીસ વડાને રજુઆત કરાઈ હતી.નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,ભાજપ રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ ડો.દર્શના દેશમુખ,નર્મદા જિલ્લા મહિલા મોરચા પ્રમુખ જયશ્રી ધામેલ,મહામંત્રી મનીષા ગાંધી,રાજપીપળા શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલ,શહેર ભાજપ મંત્રી દક્ષા પટેલ,ભારતી તડવી સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ એ ગ્રુપના એડમીન અને સભ્યો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા માંગ કરી હતી.

પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ફેસબુક પર “એક કરોડ પાટીદાર”ગ્રુપ દ્વારા અવારનવાર પીએમ મોદી,સ્મૃતિ ઈરાની અને ભાજપની મહિલા મોરચાની બહેનો વિશે અસભ્ય ભાષામાં અને બહેનોની આબરૂને ડાઘ લાગે એવા મેસેજો મુકાય છે.આ રીતનું ગંદુ લખાણ લખનાર પાટીદાર ભાઈઓ સામે તેમજ ગ્રુપના એડમીન તથા જે તે સભ્યો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી બહેનોનું સન્માન જળવાઈ રહે અને બીજી વાર કોઈ આવું કૃત્ય કરતા અટકે.તો જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ પણ આ મુદ્દે જિલ્લા પોલીસ વડા સાથે પરામર્શ કરી કાયદાકીય પગલાં ભરવા મહિલા મોરચાની બહેનોને જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY