હિંમત હોય તો પીએમ મોદી-શાહ હૈદરાબાદથી ચૂંટણી લડી બતાવે : ઓવૈસી

0
40

ભાજપ-કોંગ્રેસ સાથે ચૂંટણી લડે તો પણ અમને હરાવી નહીં શકે
ન્યુ દિલ્હી,તા.૩૦
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યુ કે, હું કોઇને પણ હૈદરાબાદથી એઆઇએમઆઇએમ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર આપું છું. પીએમ મોદી અને અમિત શાહ અહીંથી ચૂંટણી લડીને બતાવે.
પોતાના આ પડકારમાં ઓવૈસીએ કોંગ્રેસને પણ સામેલ કરી લીધી છે. ઓવૈસીએ કહ્યુ કે, હું કોંગ્રેસને પણ ચૂંટણી લડવાનો પડકાર આપું છું. જો બંને પાર્ટીઓ એકસાથે ચૂંટણી લડે તોપણ તેઓ અમને હરાવી નહીં શકે.
અસદુદ્દીન ઓવૈસીએ મુખ્તાર અબ્બાસ નકવીના નિવેદન પર કહ્યુ, “તથ્ય એ પણ છે કે મુસ્લિમ ક્યારેય વોટબેંક નથી રહ્યા. મુસ્લિમોને હંમેશાં વોટબેંક જણાવીને તેમને ઠગવામાં આવ્યા છે.”
આ વર્ષની શરૂઆતમાં પાર્ટીની ૬૦મી જયંતીના પ્રસંગે ઓવૈસીએ કહ્યુ હતું, “જો મોદીમાં દમ હોય તો ૨૦૧૯ પહેલા ચૂંટણી કરીને બતાવે. જનતા તેમને અને બીજેપીને પાઠ ભણાવી દેશે. સરકારના ૪ વર્ષના કાર્યકાળે લોકોને નિરાશ જ કર્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY