મુંબઈમાં ટ્રેન સેવા ઠપ્પ,બસો પર પથ્થરમારો,ચક્કાજામ કરાયુ હિસા અને તોડફોડ બાદ મરાઠા અનામત આંદોલન પરત ખેંચાયુ

0
17

મુંબઈ,તા.૨૫
મહારાષ્ટ્ર માં મરાઠા સમુદાય માટે અનામતની માંગણીને લઇ ચાલી રહેલા રાજ્યવ્યાપી પ્રદર્શન હિંસક બન્યું છે. પ્રદર્શનકારીઓના પથ્થરમારામાં એક કાન્સ્ટેબલનું મોત થયું જ્યારે નવ બીજા ઘાયલ થયા. આજે મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઇ બંધનું આહ્વાન કર્યું છે. આ બધાની વચ્ચે મુંબઇમાં સવારે કેટલીય જગ્યાએ બેસ્ટ બસો પર પથ્થરમારો કર્યો. હિંસક પ્રદર્શન બાદ મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઇ બંધ પાછું ખેંચી લીધું છે. જા કે ઠાણે અને નવી મુંબઇમાં પ્રદર્શન ચાલુ રહેશે.
ઔરંગાબાદમાં મરાઠા અનામતની માંગ કરી રહેલ એક પ્રદર્શનકારીની આત્મહત્યા બાદ બોલાવામાં આવેલ રાજ્યવ્યાપી બંધને પાછું ખેંચી લીધું છે. મરાઠા ક્રાંતિ મોરચાએ આ બંધની જાહેરાત કરી હતી અને દિવસ દરમ્યાન હિંસક પ્રદર્શનો બાદ બંધને પાછું ખેંચી લેવાનો નિર્ણય કરાયો. મોરચાએ દાવો કર્યો છે કે તેઓ એ સંદેશો આપવામાં સફળ રહ્યાં છે કે તેમને મુંબઇને બંધ કરાવા માટે કોઇ રાજકીય પક્ષના સમર્થનની જરૂર નહોતી.
દાદરમાં આયોજીત પત્રકાર પરિષદમાં મરાઠા આંદોલનના પ્રમુખ વીરેન્દ્ર પવારે બંધને પાછું ખેંચવાની જાહેરાત કરી. આની પહેલાં બુધવારના રોજ મુંબઇ અને ઠાણે સહિત આસપાસના વિસ્તારોમાં હિંસક પ્રદર્શન કરકાયું. ઠાણેમાં સવારથી જ સરકારી બસોને નિશાન બનાવી. કલ્યાણમાં એક બસ સહિત કુલ ૯ બસોની સાથે તોડફોડ કરાઇ. માનખુર્દમાં એક બસને ઉપદ્રવીઓએ આગના હવાલે કરી દીધો ત્યારબાદમાં ફાયરબ્રિગેડે આગ ઓલવી.
સાયન-પનવેલ હાઇવે પર પણ એક વાહનને આગ લગાવામાં આવી. પૂણે-ગોવાના હાઇવેને જાડતા સાયન-પનવેલ રોડ પરથી આંદોલનકારીઓને હટાવા માટે પોલીસને લાઠીચાર્જ સુદ્ધાં કરવો પડ્યો. પથ્થરમારા બાદ પોલીસે હવામાં ફાયરિંગ કર્યું અને પ્રદર્શનકારીઓને વિખેર્યા. આની પહેલાં બોરિવલીમાં પોલીસે કેટલાંક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી.
મુંબઇથી અડીને આવેલા ઠાણેમાં પ્રદર્શનકારીઓએ રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવાની કોશિષ કરી. ઠાણે સિવાય જાગેશ્વરી અને ઘણસોલી સ્ટેશનો પર અડચણ ઉભી કરવાની કોશિષ કરાઇ. પોલીસે પ્રદર્શનકારીઓને હટાવ્યા, ત્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાઇ. સેન્ટ્રલ રેલવે આંશિક રીતે બંધ કરી દેવાયો છે.
શાળા-કોલેજામાં સવારના સત્રનું કામકાજ રાબેતા મુજબ છે. ઠેકઠેકાણે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મરાઠા ક્રાંતિ મોરચાએ શરૂઆતમાં ૯ ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધ પાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ સોમવારે ઔરંગાબાદમાં ૨૮ વર્ષના એક દેખાવકારે ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કર્યા બાદ વ્યાપેલા રોષને પગલે મંગળવારે જ બંધનું એલાન કરી દેવામાં આવ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY