ઉપલેટા શહેરની નામાંકિત નોબલ શૈક્ષણિક સંસ્થાના બાળકો દ્વારા કારગિલ વિજય દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલી

0
104

ઉપલેટા:
આજ રોજ તા. ૨૬/૭/૨૦૧૮ ને ગુરૂવારના રોજ પાકિસ્તાન સામે થયેલા કારગીલ યુદ્ધમાં ભવ્ય વિજય થયેલ. પરંતુ એમ આપણા અમુક જવાનોએ શહીદી વ્હોરી હતી. આ કારગિલ વિજય દિનની ઉજવણી નિમિતે ઉપલેટા શહેરના પોરબંદર રોડ પર આવેલ શહેરની સર્વશ્રેષ્ઠ એવી નોબલ શૈક્ષણિક સંસ્થાના બાળકો દ્વારા કારગિલમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચ યોજી રેલી સ્વરૂપે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જે શહેરના બસ સ્ટેન્ડ ચોક ખાતેથી શરૂ થઈ, ઠાણકની ગારી, BAPS સ્વામિનારાયણ મંદિર રોડ, કોલકી રોડ, પોલીસ સ્ટેશન નજીક થઈ વિવિધ માર્ગો પર ફરી શહેરની મધ્યના બાપુના બાવલા ચોક ખાતે પહોંચી હતી. જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખરેખર જોઈએ તો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નગરપાલિકા દ્વારા કરવાનો હોય છે. તંત્રને આ દિવસ યાદ ના હોય કે જે હોય તે, પરંતુ એ કામ આ સ્કુલ દ્વારા કરવામાં આવ્યું છે. આ કેન્ડલ માર્ચ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના સદસ્ય, શાળાના બાળકો, શૈક્ષણિક સ્ટાફ તેમજ શહેરના વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY