ગુરુ વિના જીવન અધુરૂ

0
161

જૈન કનિદૈ લાકિઅ શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણીમાં દિવસનો સ્પષ્ટ ઉલ્લેખ કયાંય વાંચવા મળતો નથી,પરંતુ આગમમાં પરમાત્માએ ઠેર – ઠેર ગુરુની મહત્તા બતાવેલ છે.ગુરુ એ કનિદૈ લાકિઅ સાચો રાહ બતાવનાર અકિલા ભોમિયા સમાન છે.નમસ્કાર મહા મંત્રના પદમાં સિદ્ઘ ભગવંતો મોક્ષમાં બીરાજે છે,છતાં પ્રથમ નમસ્કાર અરિહંત પદને કરવામાં આવે કનિદૈ લાકિઅ છે કારણ કે અરિહંતો જ સિદ્ઘ પદ સુધી પહોંચાડનાર પથદર્શક રહેલા છે.એટલે જ જૈન અકીલા સાહિત્યકાર મનોજ ડેલીવાળા કહે છે કે અરિહંત સિદ્ઘ દોનો ખડે, કનિદૈ લાકિઅ કિસ કો લાગુ પાય, બલિહારી ઉપકારી અરિહંત કી, જિસને સિદ્ઘ દિયે મિલાય. જૈન દર્શનમાં ગુરુ દક્ષિણા એટલે કે શિષ્ય ગુરુને દક્ષિણારૂપે કાંઈ અર્પણ કનિદૈ લાકિઅ કરતાં હોય તેવો ઉલ્લેખ આવતો નથી પરંતુ ગુરુની આજ્ઞા આણાએ ધમ્મો અર્થાત આજ્ઞા એજ ધર્મ છે તેવો નિર્દેશ છે.
ગુરુ આજ્ઞામાં જેનું જીવન તહેત્ત કનિદૈ લાકિઅ તેની મુકિત હાથવેંત. જૈનોના ગુરુદેવ કદી કોઈને આશીર્વાદ પણ આપે નહીં કે શ્રાપ પણ આપે નહીં. તેઓ તો સદા અનંતી કૃપા વરસાવતા હોય છે કે કનિદૈ લાકિઅ જલ્દી – જલ્દી દરેક જીવાત્માઓ મોક્ષના શાશ્રતા સુખોને પ્રાપ્ત કરે.સંસારીઓ કદી હીત વગર પ્રીત કરતાં નથી જયારે ગુરુ ભગવંતો નિસ્વાર્થ ભાવે ‘ તિન્નાણં કનિદૈ લાકિઅ – તારયાણં’ અર્થાત સ્વયં તરે અને પરીચયમાં આવનાર દરેકને ભવ સાગરથી તારનાર બને છે.દશ વૈકાલિક સૂત્ર ના વિનય સમાધિ નામના અધ્યયન ૯ ગાથા ૭ માં કહ્યું છે કે ગુરુની હીલના કે અશાતા કરનારનો કદી મોક્ષ થતો નથી.આ જ અ.ની ૧૧ મી ગાથામાં ચિંતનનીય વર્ણન આવે છે કે કદાચ ગુરુની પહેલાં શિષ્યને અનંત જ્ઞાન સંપન્ન કે કેવળજ્ઞાન થઈ જાય તો પણ કેવળજ્ઞાની શિષ્યે છદ્મસ્થ ગુરુનો વિનય,ભકિત,સેવા સંપૂર્ણ સમર્પણ ભાવે કરવા જોઈએ.મૃગાવતી તથા ચંદનબાળાની કથા આ બાબતમાં સુપ્રચલિત છે. ગુરુ એ તો જીવન શિલ્પી છે.પ્રભુ મહાવીર અને ગૌતમ ગણધરની ગુરુ – શિષ્યની બેનમૂન તથા અજોડ જોડી હતી.
ઉત્તધ્યયન સૂત્ર હોય કે ભગવતી સૂત્ર પ્રભુને પ્રશ્ન પૂછવામાં આવે એટલે પ્રભુ હે ગોયમા( ગૌતમ) સંબોધન કરી પછી પ્રશ્ર્નનું સમાધાન આપે.ખૂદ ત્રિલોકીનાથના શ્રી મુખે શિષ્યનું નામ આવે તેનાથી શિષ્યના સાડા ત્રણ કરોડ રોમરાય પૂલકિત થઈ જાય.પ્રસન્ન થયેલ ગુરુદેવ શિષ્યોને શ્રુત સંપત્ત્િ। તથા આચાર સંપત્તિ પ્રદાન કરે છે,જેનાથી શિષ્યો આત્મિક લક્ષ્મીને પ્રાપ્ત કરી મોક્ષ પદને વરે છે. સાધનાના ક્ષેત્રમાં સદ્ ગુરુનું મહત્વ સર્વોપરી માનવામાં આવે છે.જૈન દર્શનમાં ગુરુને ભગવંતની ઉપમા આપી નવાજવામાં આવેલ છે.ગુરુ વિના જીવન અધુરૂ,ગુરુથી જીવન બને મધુરૂ. પ્રતિક્રમણના પ્રથમ પાઠનો પ્રથમ શબ્દ ઈચ્છામિણં ભંતે એટલે હે ગુરુ ભગવંત ! આપની આજ્ઞા લઈ આવશ્યક સૂત્ર, પ્રતિક્રમણ કરુ છું. ગુરુ ભગવંતની આજ્ઞા વિના શિષ્ય એક પણ કાર્ય કરે નહીં.ગુરુ કયારેક પ્રત્યક્ષ હાજર ન હોય છતાં પણ દરેક કાર્ય કરતાં પહેલાં અરે ! માંગલીક ફરમાવતાં પહેલાં પણ ગુરુદેવની આજ્ઞા એમ પ્રગટ પણે ઊચ્ચારણ કરીને માંગલીક ફરમાવતાં હોય છે.ટૂંકમાં ગુરુનો મહીમા અને મહત્તા અપાર અને અપરંપાર છે. શબ્દોમાં સમાય નહીં,એવા આપ મહાન કેમ કરી ગાઉ,ગુરુ કેરા ગાન.

અકિલા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY