ભત્રીજીના લગ્ન પ્રસંગમાં કાકાને માઠું લાગતાં કાકાએ કર્યું અગ્નિસ્નાન

0
32

ભરૂચ:
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ધમરાડ ગામે સગી ભત્રીજીના લગ્નમાં કોઇ વાતનું માઠું લાગતા કાકાએ પોતાના શરીર પર કેરોસીન છાટી પોતાની જાતને આગને હવાલે કરવાના બનાવના પગલે લગ્નના મંડપમાં નાસ ભાગ મચી જવા પામી હતી.

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર, ભરૂચ જિલ્લાના હાંસોટના તાલુકાના ઘમરાડ ગામે સગા ભાઇની દિકરીના લગ્ન હોઇ તમામ સગા-વ્હાલા લગ્નમાં વ્યસ્ત હતા. દરમ્યાન કોઇ બાબતે સગા કાકા છના ગોમાન રાઠોડ ઉમર વર્ષ,૬૫નાઓને ખોટું લાગતા ગુસ્સામાં પોતાના ઘરમાં જઈ ઘરમાં પડેલા કેરોસીનના કારબામાંથી આખા શરીરે કેરોસીન છાંટી પત્નીની સામે જ દિવાસળી ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પત્ની કાંઇ સમજે તે પહેલાં જ એકાએક કેરોસીન છાંટી પતિ ભડભડ સળગી ઉઠતા તેણે બુમરાણ મચાવી મુકી હતી. જેના પગલે લગ્ન મહાલવા આવેલ સગાઓ છના ગોમાન રાઠોડના ઘર તરફ દોડયા હતા. સગાઓને પોતાના તરફ આવતા જોઇ આગની લપેટમાં આવેલ છના ઘર બહાર મંડપ તરફ ભાગ્યા હતા.મહા મુસીબતે તેઓ મંડપથી થોડે જ દુર હતાને આગ ઓલવવામાં સગાઓને સફળતા મળી હતી. આ આગના કારણે છના આખા શરીરે ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા.

જેમને સગાઓ દ્વારા તત્કાલીક સારવાર અર્થે પ્રથમ હાંસોટ ખાતેની કાકબા હોસ્પિટલ ખસેડાય હતા. પણ ત્યાં કોઇ તબીબ ન હોવાનું જણાવતા છના રાઠોડને વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લાવવામાં આવી દાખલ કરાયા હતા.જયાં છના રાઠોડની હાલત અત્યંત નાજુક હોવાનું તબીબ દ્રારા જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ હાંસોટ પોલિસને કરાતા પોલીસે છના રાઠોડ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છનાની આત્મહત્યાના એકાએક પગલાથી લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY