(ડાંગ માહિતી બ્યૂરો)ઃ આહવાઃ તાઃ ૨૭ઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવા માટે અવનવા પ્લેટફૉર્મ પુરા પાડવામાં આવી રહ્યા છે, તેમ કલેક્ટર શ્રી બી.કે.કુમારે કલા મહોત્સવમાં ભાગ લેતા સ્પર્ધકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું.
આહવા ખાતે યોજાયેલા બે દિવસીય કલા મહાકુંભમાં ભાગ લીધા બાદ, રાજ્યકક્ષાએ જિલ્લાને ગૌરવ અપાવવાની શુભકામના પાઠવતા શ્રી કુમારે ખેલ મહાકુંભ તથા કલા મહાકુંભ જેવા કાર્યક્રમોને કારણે, ડાંગ જિલ્લાને મુરલી ગાવિત અને સરિતા ગાયકવાડ જેવા ખેલરત્નો તથા ચનખલના મોના પટેલ, અને લીયો પટેલ જેવા રૂપેરી પડદાના કલાકારો પ્રાપ્ત થયા છે તેમ જણાવ્યું હતું. જિલ્લાના શિક્ષકોને બાળ કલાકારો, વિઘાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા, અને તેમને શ્રેષ્ઠત્તમ તક અને તાલીમ મળી રહે તેવા સાનુラકૂળ વાતાવરણનું નિર્માણ કરવાની પણ ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે કલા મહાકુંભના ઉદ્ધાટન સાથે હિમાયત કરી હતી.
બાળકો, કલાકારોમાં ધરબાયેલી શક્તિઓને બહાર લાવવા માટે આવા કાર્યક્રમોથી કલાકારોને સ્વર્ણિમ તક મળે છે તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરીએ બાળકો, કલાકારોને શુભકામના પાઠવી હતી.
ડાંગ જિલ્લાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનારા ખેલરત્નો તથા કલાકાર કસબીઓને આવા કાર્યક્રમોથી યોગ્ય પ્લેટફૉર્મ મળી રહે છે તેમ પણ શ્રીમતી ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું. ડાંગ જિલ્લાના બાળકોમાં રહેલી કલા પ્રતિભાને ઉજાગર કરતા કલા મહાકુંભ જેવા કાર્યક્રમોને કારણે યુવાપેઢીમાં નવો જોમ અને જુસ્સો પ્રવર્તે છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિતે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે સૌ બાળ કલાકારો, અને તેમના ગુરૂજનો એવા શિક્ષકોને શુભકામના પાઠવી હતી.
અંતરિયાળ વિસ્તારના બાળકો, કલાકારોમાં રહેલી ક્ષમતાનો પરિચય દેશ, અને દુનિયા સમક્ષ પહોંચાડવાનું કાર્ય મીડિયાકર્મીઓના હકારાત્મક માધ્યમથી થઇ રહ્યું છે તે સરાહનિય છે, તેમ જણાવતા શ્રી ગાવિતે કલા મહાકુંભની ખ્યાતિ પણ વિશ્વ ફલક ઉપર મુકવા માટે અનુરોધ કર્યો હતો.
કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે સરકારી પ્રોત્સાહક ઇનામો સાથે જન ભાગીદારી, લોક ભાગીદારીની પણ આવશ્યક્તા છે તેમ જણાવતા શ્રી મંગળભાઇ ગાવિતે, ગ્રામ્ય વિસ્તારના બાળ કલાકાર, કસબીઓને વધુ પ્રોત્સાહન મળે તે જરૂરી છે તેમ પણ આ વેળા જણાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ કલાના વ્યાપક ફલકને પામવા માટે સૌ બાળ કલાકારોને દિલ અને દિમાગથી સખત પરિશ્રમ કરવાનું પણ આ વેળા ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે આયોજિત કલા મહાકુંભના ઉદ્ધાટન સમારોહ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.ડી.પટેલે પણ વિશેષ ઉપસ્થિત રહી બાળકોને શુભેચ્છા પાઠવી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના આ બીજા કલામહાકુંભમાં ૨૯ કૃતિઓમાં ઑનલાઇન ૩૩૧, અને ઑફલાઇન ૨૭૫૦ મળી કુલ ૩૦૮૧ કૃતિઓ માટે રજીસ્ટ્રેશન થયુ હતું. જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં ગાયન, વાદન, નૃત્ય તથા અભિનય એમ કુલ ચાર વિભાગોની ૧૩ કૃતિઓમાં, ચાર વયજુથ મુજબ ૩૮ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં વધઇ તાલુકામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કુલ ૩૬ કૃતિઓ, સુબિર ખાતે ૨૦, અને આહવા તાલુકામાં ૪૭ મળી જિલ્લા કક્ષાએ કુલ ૯૭ કૃતિઓના ૭૦૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.
આ કલા મહાકુંભમાં ત્રણેય તાલુકાઓની વિજેતા ૨૧ માધ્યમિક શાળાઓ, ૧૮ પ્રાથમિક શાળાઓ, અને બે સંસ્થાઓ તથા ગ્રામજનો મળી કુલ ૪૧ સંસ્થા વિજેતા થઇ હતી. સ્પર્ધા માટે ૪૦ જેટલા નિર્ણાયકો, સંચાલકો, વ્યવસ્થાપકો, અને એનાઉન્સરની સેવાઓ લેવામાં આવી હતી. જિલ્લા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને રોકડ પારિતોષિકો એનાયત કરી, પ્રોત્સાહિત કરાયા હતા.
ડાંગ જિલ્લાના બીજા કલા મહાકુંભનું ઉદ્ધાટન મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરાયુ હતું. પ્રારંભે સ્વાગત વક્તવ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.એલ.પવારે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભાર વિધી જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિરલ પટેલે આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રમતગમત કચેરીના કર્મયોગીઓ સર્વશ્રી રાહુલ તડવી, સુધાકર બાવિષ્કર, મયુર સોલંકી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. ઉદ્ધોષક તરીકે સરકારી માધ્યમિક શાળા-આહવાના ગ્રંથપાલ શ્રી ડી.બી.મોરેએ સેવા આપી.
કલા મહાકુંભના ઉદ્ધાટન સમારોહમાં ડાંગ સ્વરાજ આશ્રમના સંચાલક શ્રી ગાંડાભાઇ પટેલ સહિત આશ્રમના ટ્રસ્ટીગણ, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશ ગવળી, પ્રાયોજના વહિવટદાર શ્રી એસ.બી.ચૌધરી, માહિતી વિભાગની ટીમ, સ્થાનિક મીડિયાકર્મીઓ, કલાકાર-કસબીઓ, શાળાના શિક્ષકો, વિઘાર્થીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



