ભરૂચ શહેર અને જીલ્લામાં વિવિધ,આશ્રમો,મંદિરો,તથા શાળાઓ ખાતે શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ગુરૂ વંદના સાથે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચની રજનીગંધા સોસાયટી સ્થિત ગુરૂધામ આશ્રમ ખાતે સનાતન ધર્મ પરિવાર દ્વારા ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્ય માં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે અંતગર્ત મહાઆરતી, ભજન સત્સંગ, મહાપ્રસાદી અને પૂજ્ય સોમદાસ બાપુની અમૃતવાણીના આયોજન કરાતા પરિવાજનો એ લાભ લઈ ગુરુવંદના ના પર્વની ઉજવણી કરી હતી.જ્યારે સામાજિક કાર્યકર તથા માં માણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર દ્રારા ગુરુધામ પર હાજર થઈને ગુરૂ વંદના કરી હતી.સાથે સાથે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,ધર્મેશ પરમાર,જિલ્લા પંચાયત સભ્ય ચન્દ્રકાન્તા પરમાર સહિત મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉપસ્થિત રહી ગુરુવંદના કરી હતી.

જયારે ભરૂચ શહેર જીલ્લામાં અન્ય મંદિરો,આશ્રમો અને શાળાઓ માં પણ ગુરુપૂર્ણિમા પર્વની શ્રદ્ધા પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





