રાજપીપલા મહાવિદ્યાલય રોડ પરના આદિત્ય કોમ્પ્લેક્સ પર ના દબાણ દૂર કરવા પાલિકાએ નોટીસો ફટકારી

0
197

ફોરલેન માર્ગ અને જાહેર માર્ગ ને કારણે કોમ્પ્લેક્ષ ના 40 જેટલા દુકાનદારો ને નોટીસ આપતા હોબાળો,પાલિકાએ પરમીશન આપી હોવાના દુકાનદારો પાસે દસ્તાવેજ છે, હવે બાંધકામ ગેરકાયદેસર કેવી રીતે કહી કહેવાય તેવી ચર્ચા, દુકાનદારો મા રોષ…

રાજપીપળા : રાજપીપલા મહાવિદ્યાલય રોડ પર ના આદિત્ય કોમ્પ્લેક્સ પરના દબાણ દૂર કરવા પાલીકાએ નોટીસો ફટકારીી હોય અનેક અટકળો ચાલી રહી છે ત્યારે ફોોરલેન માર્ગ અને જાહેર માર્ગ ને કારણે કોમ્પ્લે્લેક્ષ ના 40 જેટલી દુકાનદારો ને આગળના દબાણો દૂર કરવાની નોટીસ આપતા હોબાળો મચ્યો છે, જોકે આ કોમ્લેક્ષ બન્યો ને 18 વર્ષ થયા પછી પાલીકાએ આ પોપડો કેમ ઉખાડ્યો, કોઇ રાજકીય દબાણ ને કારણે થયુ હોય એવી અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

2010 મા મહવિધ્યાલય રોડ વડીયા ચોકડી પાસે બનેલ આદિત્ય કોપ્લેક્ષ ને તાજેતર મા રાજપીપળા નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દુર કરવાની નોટીસો ફટકારાતા કોમ્પ્લેક્ષમા દુકાનો ધરાવતા 4૦ થી વધુ દુકાનદારો મા ફફળાટ ફેલાયો છે, પોતાની દુકાન તોડી પાડવાના ડરે દુકાનદારો ચિંતાતુર બન્યા છે સાથે એવો રોષ પણ જોવા મળી રહ્યો છે કે પાલીકા દ્વારા ટાઉન પ્લાનીગ મુજબ પ્લાન મંજુર કરાયો બહાર પાર્કીંગ ની જગ્યા છે, પછી દબાણો આવ્યા ક્યાંથી..? !અને તમામ દુકાનદાર પોતે માલીકીનો દસ્તાવેજ પણ ધરાવે છે ત્યારે પાલીકાએ તાત્કાલીક કોઇ પણ કારણ વગર દુકાનો દુર કરવા ની નોટીસો આપતા રોષ ફેલાયો છે જોકે વડી કચેરીના આદેશ અનુસાર આ નોટીસો આપી હોવાનુ પાલીકાના મુખ્ય અધિકારી કહી રહ્યા છે. ત્યારે આ દુકાનદારો કોર્ટનો સહારો લે એવી પણ વાત સંભળાઈ રહી છે.

 નર્મદા કલેક્ટર ની સૂચના મુજબ નોટિસ આપી છે: હેમેન્દ્ર શાહ,(ચીફ ઓફિસર ,નવારપાલિકા )

આ બાબતે પાલિકાના મુખ્ય આધિઅકારી હેમેંદ્ર શાહે જણાવ્યુ હતુ કે કલેકટર નર્મદા ની સુચનાથી દબાણો વાળો ભાગ જાતે દુર કરવાની નોટીસો આપી છે, જે કાયદેસર થતું હશે તે પ્રમાણે કાર્યવાહી કરીશુ .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY