બળાત્કાર અને આતંકવાદ માટે મુસ્લિમો જવાબદારઃ ભાજપ સાંસદ

0
31

લખનઉ,તા.૨૭
ઉત્તરપ્રદેશના આંબેડકરનગરથી ભાજપના સાંસદ હરિઓમ પાંડેએ મુસ્લિમ સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પાંડેએ કહ્યું છે કે દેશમાં બળાત્કાર અને આતંકવાદની વધતી ઘટનાઓ માટે મુસ્લિમોની વધતી વસ્તી જવાબદાર છે. તેની સાથે સાંસદે જણાવ્યું કે ભવિષ્યમાં મુસ્લિમોની વધતી જતી વસ્તી પર નિયંત્રણ ન કરવામાં આવ્યું તો પાકિસ્તાનની જેમ એક નવો દેશ ભારતમાં આકાર લેશે.
મુસ્લિમ સમાજ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા ભાજપના સાંસદે કહ્યું હતું કે મુસ્લિમો ૩-૪ લગ્ન કરે છે. ૯-૧૦ બાળકોને જન્મ આપે છે તેમના બાળકો શિક્ષણ પ્રાપ્ત કરતા નથી અને બેરોજગારીમાં મૃત્યુ પામે છે. આ ચોક્કસપણે અરાજકતામાં વધારો કરશે. તેમની વસતિ સતત વધી રહી છે. હમણા તેઓ શરિયાની માગણી કરી રહ્યા છે અને પછી નવા પાકિસ્તાનની માગણી કરશે.
દરમિયાન, ભાજપના સાંસદએ પણ વસ્તી વૃદ્ધિને રોકવા માટે સંસદમાં કાયદો લાવવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે બળાત્કાર, છેડતી અને આતંકવાદ જેવી ઘટનાઓ પાછળ મુસ્લિમોની વધતી વસતિ છે. સ્વતંત્રતા પછી, મુસ્લિમોની વસતિમાં સતત વધારો થયો છે. જા આગામી સમયમાં આના પર કાબૂ ના મેળવાયો તો દેશમાં અરાજકતાની સ્થિતિ ઊભી થશે. દેશને અન્ય એક ભયંકર ભાગલાથી બચાવવા માટે વસતિ વૃદ્ધિ વિરુદ્ધ કાયદો આવશ્યક છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY