તિરુવનંતપુરમ્,તા.૨૭
કેરળમાં કાલેજમાં અભ્યાસ કરનાર ૨૧ વર્ષની વિદ્યાર્થીની અત્યારે ખૂબ ચર્ચામાં છે. માછલી વેચીને અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીની સંઘર્ષ કહાની છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ. આ વાર્તાના લીધે કેટલાંક લોકો જયાં વિદ્યાર્થીની હનાન હામિદના વખાણ કરી રહ્યાં છે, તો કેટલાંક લોકો તેની વાર્તાને નકલી ગણાવી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે. જ્યારે એક ફિલ્મથી ઓફર મળ્યા બાદ આલોચકોએ તેની નિંદા ફરી શરૂ કરી દીધી છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસ કન્નાથનમ હવે હામિદના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને તેમણે દુખ વ્યક્ત કરતાં ટ્રોલર્સને આમ ન કરવાની અપીલ કરી છે.
આપને જણાવી દઇએ કે છેલ્લાં કેટલાંક દિવસથી સ્થાનિક અખબારે બીએસસી સ્ટુડન્ટ હામિદની સંઘર્ષમય વાર્તા પ્રકાશિત કરી હતી. તેના મતે હામિદ પોતાના પરિવારને મદદ કરવા અને અભ્યાસ ચાલુ રાખવા માટે કોલેજ બાદ માછલી વેચે છે. હામિદના સંઘર્ષની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરાઇ.
હામિદની સંઘર્ષમય વાર્તાથી અહીંના ફિલ્મ સ્ટાર્સ અને રાજનેતા પણ પ્રભાવિત થયા. કેટલાંય ફિલ્મ સ્ટાર્સ અને રાજનેતાઓએ હનાનની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી. તેનાથી હામિદની લોકપ્રિયતા વધી ગઇ. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર હામિદ ટ્રોલ થવા લાગી. સોશિયલ મીડિયા પર એક વર્ગે તેની વાર્તાને નકલી બતાવી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જા કે કોલેજ મેનેજમેન્ટ અને પાડોશીઓએ સોશિયલ મીડિયા પર ખુદ હામિદનું સમર્થન કરતાં લખ્યું કે તેની સ્ટોરી સાચી છે. ટ્રોલર્સ પર તેની અસર પડી નથી.
બીજીબાજુ કેન્દ્રીય મંત્રી અલ્ફોંસ કન્નાથનમે ટ્રોલર્સને આડે હાથ લીધા છે. ફેસબુક પર નારાજગી વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી એ લખ્યું કે હનાન પર હુમલા બંધ કરો. હું શરમ અનુભવું છં. અહીં એક છોકરી છે પોતાની વિખરાયેલી જિંદગીને સમેટવાની કોશિષમાં છે અને તમે દરિંદોપ. આ દરમ્યાન કેન્દ્રીય મંત્રીએ હામિદના સંઘર્ષને સલામ પણ કરી. સાથો સાથ તેમણે પીએમ મોદીના જીવન સંઘર્ષનું પણ ઉદાહરણ આપ્યું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તમામ વિષમ પરિસ્થિતિઓથી લડીને તેઓ આ મુકામ પર પહોંચ્યા છે. મંત્રીએ કહ્યું કે આવા લોકોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે નહીં કે નિંદા કરવાની.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





