ગોરખપુર,તા.૨૮
ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં તહેનાત એક પોલીસ અધિકારીની સીએમ યોગી આદિત્યનાથ સાથેની તસવીર હાલ ખૂબ ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાંથી એકમાં પોલીસ અધિકારી સીએમ યોગી જે ગોરખનાથ મંદિરના મહંત પણ છે તેમની સામે ઘૂંટણીયે બેસીને હાથ જાડીને બેઠેલા જાવા મળી રહ્યા છે. બીજી તસવીરમાં સીએમ યોગી પોલીસ અધિકારીના માથા પર તિલક લગાવી રહ્યા છે. આ અધિકારીનું નામ પ્રવીણ કુમાર સિંહ છે અને તેમણે જાતે જ આ તસવીરો તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કરી છે. નોંધનીય છે કે, પ્રવણી કુમાર હાલ ગોરખપુરના ગોરખનાથ વિસ્તારના સર્કલ ઓફિસર છે અને તેમના પર ઘણાં પોલીસ સ્ટેશનની જવાબદારી છે.
ગોરખપુર સર્કલ ઓફિસર પ્રવીણ કુમાર સિંહે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર આ તસવીરો શેર કરીને લખ્યું છે કે, ગુરુપૂર્ણિમાના દિવસે સીએમ પાસેથી નહીં પરંતુ ગોરખનાથ મંદિરના મહંત પાસેથી આશીર્વાદ લઈ રહ્યા છીએ. તસવીરની સાથે લખ્યું છે- ફિલિંગ બ્લેસ્ડ.
આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી એક નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદમાં લોકો કહી રહ્યા છે કે, શું પોલીસના યૂનિફોર્મમાં અધિકારીએ આવું કરવું યોગ્ય છે? ફેસબુક અને Âટ્વટર પર આ તસવીરો વિશે પક્ષ અને વિપક્ષમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






