સાતમા પગાર પંચ સહિતની માંગ માટે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો,વર્ગ ત્રણ ચાર ના તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ
સાતમા પગાર પંચ સહિતની અન્ય પડતર માંગ નહિ સંતોષાય તો 20 ઑગસ્ટ બાદ હડતાલ સહીત કાર્યક્રમ ની ચીમકી

રાજપીપળા: નર્મદા જિલ્લા ના વડા રાજપીપળા એસ ટી ડેપો માં સોમવારે વર્ગ ત્રણ ચાર ના 450 જેવા તમામ કર્મચારીઓ દ્વારા વિરોધ માટે ચાલુ ફરજ ઉપર કાળી પટ્ટી પેહરી સાતમા પગાર પંચ સહીત ની અન્ય માંગ સાથે વિરોધ દર્શાવ્યો હતો.
આમ પણ રાજપીપળા એસ ટી ડેપો ઘણી સમસ્યાઓ અને તકલીફો વચ્ચે ઘેરાયેલું છે ત્યારે સ્ટાફ ની અછત સહીત ભંગાર અને જોખમી બસો ના કારણે ડ્રાઈવરો અનેે કન્ડડક્ટરો નેેે પડી રહેલી તકલીફ અને સળંગ નોકરી નો બોજ ઉપર થી સાતમા પગાર પંચ નો લાભ પણ ન મળતા કંટાળેલા એસ ટી ના સ્ટાફે સમગ્ર ગુજરાત સહીત રાજપીપળામાં પણ આ વિરોધ પ્રગટ કરી સરકાર ની બંધ આંખ ખોલવા પ્રયાસ કર્યો હતો ત્યારે હવે આ વિરોધ બાદ પણ જો સરકાર ની આંખ નહિ ખુલે તો 20 ઑગસ્ટ બાદ હડતાલ સહિતનું શસ્ત્ર ઉગામતા પણ હવે કંટાળેલો સ્ટાફ નહિ ખચકાય એવા મક્કમ નિર્ણય સાથે ની ચીમકી ઉચ્ચારી રહ્યા છે માટે હાલ તો આ તમામ કર્મચારીઓ સરકાર પાસે આશા રાખી બેઠા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે શું એમની માંગ સ્વીકારાશે…? ક્યારે માંગ પુરી થશે…? એ તરફ સૌની મીટ મંડાયેલી છે.
અમારી પડતર માંગણી પર સરકાર ધ્યાન નહિ આપે તો ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવીશું : મહેન્દ્ર જોષી
આ બાબતે ગુજરાત મજદૂર મહાજન સ્ટેટ વર્કર્સ ફેડરેશન ના ભરૂચ વિભાગ ,રાજપીપળા ડેપો ના આગેવાન મહેન્દ્રભાઈ જોશી એ જણાવ્યું હતું કે રાજપીપળા ડેપોની ખખડધજ બસો અને અમારી સાતમું પગાર પંચ સહિતની જરૂરી તમામ માંગણીઓ જો 20 ઑગસ્ટ સુધીમાં સરકાર સ્વીકારે નહિ તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ સહિતના અન્ય કાર્યક્રમો આપવા પડશે અને આ માંગણી આખા ગુજરાત માટે થઈ રહી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




