પેટ કરાવે વેઠ એ સૂત્ર ની બોલતી તસ્વીર ક્યાં જોવા મળી જુવો આ અહેવાલ

0
538

રાજપીપળા ડેપો પાસે પેટ માટે જોખમી કરતબ બતાવી પેટિયું રડતી પુત્રી સાથે લાચાર માતા

ચૂંટણી ટાણે એક પણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે કે ઉચ્ચ શિક્ષણ ના વાયદાઓ કરી વાહવાહી માટે કરોડો નો ધુમાડો કરી શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરતી સરકાર ને લપડાક મારતી આવી તસવીરો વારંવાર જોવા મળે છે

રાજપીપળા: શુક્રવારે સવારે રાજપીપળા એસ ટી ડેપો પાસે દોરી પર સાઇકલ ની રિંગ સાથે જોખમી કરતબ દેખાડતી આ યુવતી નું શું ભવિષ્ય …? એ સવાલ નો જવાબ કદાચ ચૂંટણી ટાણે ઠાલા વચનો આપતી કોઈજ સરકાર પાસે નહિ હોય ત્યારે ભારત માંથી ગરીબી હટાવો ના સૌથી જુના સૂત્ર ના ધજ્જિયા ઉડાડતી આવી તસવીરો તો વારંવાર જોવા મળે છે પરંતુ ગરીબી નહિ બલ્કે ગરીબો ને હટાવવા ના પેતરા હોય એમ આજની આ કારમી મોંઘવારી માં માધ્યમ અને ગરીબ વ્યક્તિઓને બે ટંક સરખું ભોજન પણ નસીબ નથી હોતું અને કેટલાય ગરીબો આત્મહત્યા જેવા પગલાં ભરતા એમનું બાકીનું પરિવાર તૂટી જતું હોય છે ત્યારે આપણા દેશ માં એક પણ બાળક શિક્ષણ થી વંચિત નહિ રહે ના સૂત્રો સાથે ચૂંટણી પ્રચાર કે અન્ય ફાયદાઓ મેળવતી સરકાર અને સરકાર ના અમુક પ્રતિનિધિયો માટે આવી તસવીરો લપડાક સમાન કહેવાય જોકે બાળ મજુર માટે પણ કાયદો અમલમાં મુક્યો છે ત્યારે એનો અમલ ક્યાં અને કેટલો થતો હશે…? શું છે કોઈ બેલી આવી ગરીબ બાળકીઓ કે મહિલાઓ નું…?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050 ( રિપોર્ટર,અઝહરુદ્દીન ઘોરી,રાજપીપળા )

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY