નોર્થ કોરિયા આકરા પાણીએ,ચાઈનીઝ પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો

0
34

સિયોલ,તા.૧૨
નોર્થ કોરિયા ખાતે સરકારની સ્થાપનાની ૭૦મી જયંતી આવતા મહિને ઉજવાઈ રહી હોવાથી નોર્થ કોરિયાએ પ્યોંગયાંગની મુલાકાતે આવનારા ચાઇનીઝ પ્રવાસીઓના સમૂહને નોર્થ કોરિયા આવવાની પરવાનગી આપવા મનાઈ ફરમાવી છે. ચાઇનીઝ ટુર ઓપરેટર્સને આગામી ૨૦ દિવસ પ્યોંગયાંગ સહિત નોર્થ કોરિયામાં હોટલ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પ્યોંગયાંગની ટૂર યોજવા પર પ્રતિબંધ મુકાઈ રહ્યો હોવાનું પ્યોંગયાંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અગાઉ પણ નોર્થ કોરિયા વિદેશીઓને નોર્થ કોરિયાની મુલાકાત માટે પ્રતિબંધ મૂકી ચૂક્્યું છે, જે માટે દેશ દ્વારા અન્ય કાર્યક્રમોના આયોજનનું કારણ જણાવવામાં આવ્યું હતું. અન્ય ટ્રાવેલ એજન્સી દ્વારા પણ તેમના ચાઇનીઝ પાર્ટનરને ‘સ્ટેટ ડિસીઝન’ હેઠળ ચાઇનીઝ ગ્રૂપ ટૂરનું આયોજન નહીં કરવા જણાવવામાં આવ્યું છે. નોર્થ કોરિયન નેતા કિમ જાંગ ઉન દ્વારા નવા વર્ષના વક્તવ્યમાં જ ૭૦મા રિપબ્લિક દિવસની ભવ્ય ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી. ઉજવણીમાં નોર્થ કોરિયન નાગરિકો સહિત ફોરેન ડેલિગેશન પણ તેના સાંસ્કૃતિક મહોત્સવમાં જાડાશે.
સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ નોર્થ કોરિયાની મુલાકાતે જનારા ચાઇનીઝ લોકોની સંખ્યામાં વધારો થયો છે. નોર્થ કોરિયાના વિવિધ સ્થળો ઉપરાંત ડિમિલિટરાઇઝડ ઝોનની મુલાકાતે પ્રતિદિન ૧૦૦૦થી ૨૦૦૦ લોકો જઈ રહ્યા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY