સુરત,તા.૨૯
સુરતના લાજપોર નજીક આવેલા પોપડા ગામે દારૂના પૈસા ન આપતી પત્ની પર પતિએ હીચકારો હુમલો કર્યો છે. તિક્ષ્ણ હથિયાર દ્વારા પતિએ હુમલો કરતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
સુરત-લાજપોર નજીક આવેલા પોપડાગામે રહેતા બળવંત રાઠોડે ૧૪ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં. બળવંતની પત્ની બૂટ-ચપ્પલ બનાવવાના કારખાનામાં કચરા પોતા મારવાનું કામ કરીને રૂપિયા કમાતી હતી. બલવંત અવાર-નવાર પોતાની પત્ની પાસે દારૂ પીવા માટે રૂપિયાની માંગણી કરતો હતો. ત્યારે આજે સવારે પણ બળવંતે દારૂ પીવા માટે પત્ની પાસે રૂપિયા માંગ્યા હતાં. અને પત્નીએ રૂપિયા ન આપતા તેણી પર હિંચકારો હુમલો કર્યો હતો.
દારૂડીયા પતિની માંગ પૂર્ણ ન થતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને તિક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પત્નીની જમણા હાથની છેલ્લી ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી. સાથે જ ગળાના ભાગે પણ ઈજા પહોંચાડી હતી. બળવંતની પત્નીને ગંભીર ઘા વાગતા સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને બાદમા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




