કુમારસ્વામીનો મોદીને પત્ર ઃ બેંગ્લુરુ ડિફેન્સ અને એવિએશનનું મોટું હબ રહ્યું છે

0
11

બેંગ્લુરુ,તા.૧૪
દર વર્ષે બેંગાલુરુમાં થનારા એરો ઈન્ડિયા આ વખતે લખઉન શિફ્ટ થવાની સંભાવના છે. જેને લઈને રાજનીતિ પણ ગરમાયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીએ આ અંગે વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે. કુમારસ્વામીએ લખ્યું કે બેંગલુરુ ડિફેન્સ અને એવિએશનનું મોટું હબ રહ્યું છે. એવામાં એરો શો માટે સૌથી સારી જગ્યા છે. બેંગલુરુએ આ પહેલાં પણ અનેકવખત આ શોનું સફળ આયોજન કર્યું છે, એવામાં અહીંથી આ શિફ્ટ કરવાની વાત યોગ્ય નથી.
કુમારસ્વામીએ આ અંગે જાડાયેલો એક પત્ર રક્ષામંત્રી અને કર્ણાટકના બધાં જ સાંસદોને મોકલ્યો છે. કર્ણાટક મુખ્યમંત્રી ઉપરાંત બ્રુહદ બેંગલુરુ મહાનગરપાલિકા કાઉન્સિલને પણ આ અંગે રક્ષા મંત્રીને ચિઠ્ઠી લખી છે અને એરો શોને શિફ્ટ કરવાનો વિરોધ કર્યો છે.
માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ ભાજપના રાજ્યસભાના સાંસદ રાજીવ ચંદ્રશેખર પણ કહ્યું કે એરો ઈન્ડિયાનો જન્મ બેંગલુરુમાં જ થયો હતો, તેથી તેને અહીંથી શિફ્ટ કરવાનું યોગ્ય નથી.
એરો ઈન્ડિયાનો આ કાર્યક્રમ સૌથી પહેલાં ૧૯૯૬માં થયો હતો. ગત વર્ષે પણ બેંગલુરુના યેલાહાંકામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY