ગીર સોમનાથમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો

0
5

ગીર-સોમનાથ,તા.૨૦
ગીર સોમનાથમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો અનુભવાયો હતો. બપોરે ૧૨.૨૩ મિનિટે તાલાલા-વેરાવળ વિસ્તારમાં ભૂકંપના આંચકો અનુભવાયો. ઉનાથી ૪૧ કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું.
ભૂકંપનો સિલસિલો છેલ્લા કેટલાય સમયગાળાથી ચાલ્યો આવે છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ૩.૫ની તીવ્રતાના આંચકાએ સ્થાનિકોના જીવ પડીકે બાંધ્યા હતા.
બપોરના ૧૨.૨૩ કલાકે તાલાલા અને વેરાવળમાં આંચકો આવતા નગરજનોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી ૪૧ કિલોમીટર દૂર સાઉથ વેસ્ટમાં નોંધાયું હતું. બપોરે ૧૨.૨૩ મિનીટે આવેલા ૩.૫ની તીવ્રતાના ભૂકંપને પગલે કોઇજાનહાનિ થઇ હોવાના સમાચારો પ્રાપ્ત થયાં નથી.
ગોંડલ અને વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. મોટા ઉમવાળાની ધરા ધ્રુજી છે. મોટા ઉમવાળા નજીક ૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી ૧.૮ કિમી દૂર છે.
ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગોંડલમાં બપોરના સમયે ૧૨.૩૦ આસપાસ આંચકા અનુભવાયા હતા. જા કે, ભૂકંપની તીવ્રતા સામાન્ય હોવાથી કોઇ પ્રકારની જાનહાની થવા પામી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY