હળવદના નવા ઈસનપુરમાં સરકારી ચોખા સગેવગે કરી નખાયા

0
27

સ્ટીંગ ઓપરેશનમાં જંતુનાશક દવા સાથે ઝડપાયેલા ચોખા દુકાનદારે રાતોરાત વાડીએ પહોંચાડી દીધા ઃ પુરવઠા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને ચોખા ખરીદેલા હોવાના ઉંધા ચશ્મા પહેરાવાયા

હળવદમાં ગરીબોના અનાજ ચોખાનો કાળો કારોબાર ખુલો પડયા બાદ તાલુકાના નવા ઈસનપુર ગામે કરિયાણાની દુકાનમાંથી ગરીબોના ચોખાનો મોટો જથ્થો પડયો હોવાનું સ્ટીંગ ઓપરેશનમાં બહાર આવતા પુરવઠા વિભાગને શરમેધરમે કાર્યવાહી કરવી પડી છે પરંતુ ઘોડા છુટી ગયા બાદ તબેલે તાળા જેવા ઘાટ વચ્ચે રહી રહીને થયેલી આ કામગીરીમાં પુરવઠા તંત્રએ વગે વામણા કરી લઈ ચોખાનો જથ્થો અન્ય દુકાનમાં દેખાડી અને કૌભાંડીઆ વેપારી પાસેથી આ ચોખાના કાયદેસરના હોવાના બીલ પણ મેળવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદના એલીગન્સ ફુડમાંથી ઘઉં, ચોખાનો જબરો જથ્થો પકડાયા બાદ હળવદ તાલુકાના કડિયાણા અને નવા ઈસનપુરમાં સસ્તા અનાજના વેપારીઓની દુકાન સીલ કરી નાખવામાં આવી હતી. તે દરમિયાન હળવદ બ્રેકીંગએ સ્ટીંગ ઓપરેશન કરી કરિયાણા અને જંતુનાશક દવાની દુકાનમાંથી ગરીબોને વિતરણ કરવાના ચોખાનો મોટો જથ્થો પડયો હોવાનો સ્ટીંગ દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો.
આ ગંભીર અને પુરવઠા વિભાગ માટે શરમજનક ઘટનામાં પુરવઠા અધિકારીને રેલો આવતા રાતોરાત નવા ઈસનપુરમાં તપાસના આદેશ કરી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને નમુના લેવા પણ આદેશ જારી કરાયો હતો. બીજી તરફ આજે નવા ઈસનપુરની જે દુકાનમાં ગોડાઉનમાં ચોખાનો જથ્થો પડયો હતો ત્યાં તપાસ કરવાના બદલે પુરવઠા વિભાગ અને ફુડ અને ડ્રગ્સ વિભાગે અન્ય પાંચ ચોખાના કટા પડયા હોવાનું પંચનામુ કરી નમુના લીધા હતા. જાકે, ઈસનપુરના લોકોમાં ચર્ચાતી વિગત મુજબ આ કૌભાંડીઆ કાળા બજારી તાલુકા પુરવઠા વિભાગને રાજી કરી ચોખાનો જથ્થો પોતાના સંબંધીની વાડીએ આસાનીથી છુપાવવામાં સફળતા મેળવી લીધી હોવાની ચર્ચાઓ જાગી છે !!
જાકે આશ્વર્યની વાત તો એ છે કે, તાલુકા પુરવઠા તંત્ર માત્ર હપ્તા ખાયને સંતોષ માને છે? દર મહિને ગરીબોના હિસ્સાનો કેરોસીન, ખાંડ, ચોખા, ઘઉંનો જથ્થો કાળા બજારમાં ધકેલાયા છે છતાંય તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે અને હળવદ તાલુકામાં પણ એસઓજીએ દરોડા પાડી જાહેર વિતરણ વ્યવસ્થાના જથ્થાને કાળા બજારમાં ધકેલવાનો કૌભાંડ ઝડપતા પુરવઠા તંત્રને ફરજિયાતપણે કાળા બજારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવી પડી છે કારણ અંતે તો કાળા બજારીઓ તત્વો જ પુરવઠા વિભાગના કમાઉ દિકરા છે જે જગ જાહેર વાત છે.

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY