પાણીની ૨૯૦ ફરિયાદો પૈકી ૨૬૫નું નિરાકરણ લવાયું
વલસાડ, તા.૨૨
વલસાડ જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઅો સાથે બેઠક મળી હતી. વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, પાણીના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા, અછતગ્રસ્ત વિસ્તારમાં પીવાનું પાણી નિયમિતપણે પહોંચાડવા, જે તે વિસ્તારના અધિકારી/ કર્મચારીઅો લોકસંપર્કમાં રહી પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે અંગે સતત મોનિટરિંગ કરવા જણાવ્યું હતું.
પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અલ્પેશ પટેલે જિલ્લામાં પીવાના પાણીની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ ૬૮ ગામોના ૨૧૧ ફળિયામાં ૬૩ ટેન્કરો દ્વારા ૨૯૬ ફેરા દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્નાં છે. અઠવાડિયા દરમિયાન મળેલી ૨૯૦ ફરિયાદો પૈકી ૨૬૫ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. પાણી વિતરણમાં કોઇ ગેરરીતિ ન થાય તે હેતુસર તમામ ટેન્કરોમાં જીપીએસ સીસ્ટમ લગાવી સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્નાં છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



