લોકસભા સાથે ૪ રાજ્યોની વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં કરવી શક્ય છે : ઓપી રાવત

0
17

ન્યુ દિલ્હી,તા.૧૬
મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે આગામી લોકસભાની ચૂંટણી માટે નવા નવા નિવેદનો આપી રહ્યા છે. હવે ઓપી રાવતે કહ્યું કે, જા લોકસભાની ચૂંટણીને વહેલી કરવામાં આવે તો ચૂંટણી પંચ લોકસભા અને ૪ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે ડિસેમ્બરમાં કરવવા માટે સક્ષમ છે. બુધવારે તેમને કહ્યું કે, આ બંને ચૂંટણી માટે દેશમાં ૧૭.૫ લાખ માંથી ૧.૫ લાખ ફફઁછ્‌ મશીન નવેમ્બરના અંત સુધીમાં મળી જશે.
થોડાં સમય પહેલા ઓપી રાવતે કહ્યું હતું કે, વર્તમાન સમયની સ્થિતિને જાતાં સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરવી લગભગ અશ્કય છે. રાવતે આ ટિપ્પણી એવા સમયે આપી હતી જ્યારે લોકસભાની ચૂંટણીને મધ્યપ્રદેશ છત્તીસગઢ, મિઝોરમ અને રાજસ્થાનના વિધાનસભાની ચૂંટણી સાથે ડિસેમ્બરમાં કરાવવાની વાત કરવામાં આવી રહી હતી. અને તેના માટે મુખ્ય ચૂંટણી પંચ તૈયાર છે કે નહીં તેમ તેમને પૂછવામાં આવ્યું હતું. જ્યારે રાવતે કહ્યું હતું, કોઈ મુશ્કેલી નથી. જેના પછી આગામી લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે ૨૦૧૯ના બદલે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮માં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાની વાત સામે આવી હતી.
અત્રે નોંધનીય છે કે, ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો કાર્યકાળ ડિસેમ્બરથી નવેમ્બરના મધ્યસુધીમાં સમાપ્ત થઈ રહ્યો છે. હાલમાં જ્યારે મુખ્ય ચૂંટણી પંચને પૂછવામાં આવ્યું કે શું ડિસેમ્બર સુધીમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની ચૂંટણી કરવા માટે તમામ તૈયારી થઈ જશે ? જેના જવાબમાં કહેવામાં આવ્યું કે, નવા ઈફસ્ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે, જ્યારે ફફઁછ્‌ નવેમ્બરના અંત સુધીમાં તૈયાર થઈ જશે. જેના કારણે ચૂંટણી કરાવવા માટે કોઈ જ મુશ્કેલી નથી.
તેમને કહ્યું કે, ૧૭.૫ લાખ ફફઁછ્‌ મશીનમાંથી ૧૬ લાખ મશીન તૈયાર થઈ જશે. બાકી ૧.૫૦ લાખ ફફઁછ્‌ મશીનોને આગામી નવેમ્બર સુધીમાં મળી જશે. પરંતુ આ તમામ મશીનોની પ્રાથમિક તપાસ જરૂરી છે. જેના માટે થોડો સમય લાગી શકે છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY